GSTV

40 બોલમાં 21 બાઉન્ડ્રી ફટકારી આ ખેલાડીએ IPLના માલિકોની આંખો પહોળી કરી નાખી

19 ડિસેમ્બરે IPL 2020ની હરાજી થવાની છે. 332 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. હરરાજી પહેલા જ એક ખેલાડીએ IPL ટીમના તમામ માલિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. તેની બેટીંગ કરવાની ટાઈમિંગ પણ બરાબર છે. હરાજી પહેલા એટલી મોટી ઈનિંગ રમી છે કે આઈપીએલની ટીમના માલિકો તેની બોલી લગાવ્યા વિના નહીં રહે.

21 વર્ષીય યુવા બ્રિટીશ ખેલાડી અને વિકેટકિપર ટોમ બેટન. 14 ડિસેમ્બરના રોજ ક્વીંસલેન્ડ પ્રીમીયર ક્રિકેટમાં માત્ર 40 બોલમાં 121 રન ફટકારી દીધા. ઈંગ્લેન્ડની ટીમ માટે આ ખેલાડી ત્રણ T20I રમી ચૂક્યો છે. 2019-20 માટે બ્રિસબેન હિટની ટીમે તેને સાઈન કર્યો છે. અને પ્રેક્ટિસ મેચમાં જ તેણે કમાલ કરી દીધી. પોતાની આ ઈનિંગમાં તેણે કુલ 13 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા.

થોડા દિવસ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમે પોતાની વનડે ટીમનું એલાન કર્યું હતું. ઈંગ્લેન્ડે અનુભવી બેટ્સમેનને જો રૂટને બહાર કરી આ ખેલાડીને સ્થાન આપ્યું છે. એવું નથી કે આઈપીએલમાં જ આ ખેલાડી પર સૌની નજર છે. ટોમ પાકિસ્તાન પ્રીમીયર લીગમાં પણ ડિમાન્ડમાં છે. થોડા સમય પહેલા જ યોજાયેલી પીપીએલની હરારાજીમાં આ ખેલાડીને પેશાવર જલ્મીએ ખરીદ્યો હતો.

ટોમે 19 વર્ષની ઉંમરમાં સમરસેટ ટીમ તરફથી ટી ટ્વેન્ટીમાં ડેબ્યૂ કર્યું હતું. 2018માં ફસ્ટ ક્લાસ ક્રિકેટ માટે પણ આ ટીમ વતી જ ડેબ્યુ કર્યું હતું. ટોમે પોતાની બેઝપ્રાઈઝ આઈપીએલમાં 1 કરોડ રૂપિયા રાખી છે. પણ હવે તેના પ્રદર્શનને જોતા 1 કરોડથી વધારાની બોલી લાગી શકે છે.

READ ALSO

Related posts

IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપિટલ્સને 5 રને હરાવ્યું, નિકોલસ પૂરનની શાનદાર ફિફટી

Nilesh Jethva

શિખર ધવને રચ્યો ઈતિહાસ, IPL 2020માં સતત બીજી વખત ફટકારી સદી

Mansi Patel

આવતા વર્ષના પ્રારંભે મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ ડે-નાઇટ ટેસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!