GSTV
Home » News » વાહન ચાલકો માટે ખુશખબર! જાન્યુઆરીથી સરકાર આપશે આ મોટી રાહત

વાહન ચાલકો માટે ખુશખબર! જાન્યુઆરીથી સરકાર આપશે આ મોટી રાહત

દેશભરના તમામ ટોલ પ્લાઝા (Toll Plaza) પર આવતા વર્ષે જાન્યુઆરીથી ટોલ ટેક્સ (Toll Tax) દર ઓછો થઈ જશે, જે માટે માર્ગ અને પરિવહન મંત્રાલય ટોલ નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અને મંત્રાલયે તેનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. આ ફેરફાર ફક્ત એલિવેટેડ રોડ (Elevated Road) અને ફ્લાયઓવર (Flyover) માટે જ લાગુ થશે.

સામાન્ય રસ્તાઓ પરના ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. હાલ માર્ગ અને પરિવહન મંત્રાલય ટોલ ટેક્સ દર ઘટાડવા પર કામગીરી કરી રહી છે, જે માટે NHAIના અધિકારીઓ પાસેથી માહિતી માંગવામાં આવી છે. NHAIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. હાલમાં ટોલ ટેક્સના માળખાની લંબાઈ કરતાં 10 ઘણો ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. નવા નિયમ અનુસાર હવે માળખાની લંબાઈ કરતાં પાંચ ઘણો ટોલ ટેક્સ લેવામાં આવશે.

ઉદાહરણ તરીકે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પિલકુવામાં સાડા ચાર કિલોમીટરનો એલિવેટેડ રસ્તો છે. ટોલ ટેક્સ માળખાની લંબાઈના 10 ઘણા મુજબ એલિવેટેડ રસ્તાની લંબાઈ 45 કિ.મી. છે. વાહન ચાલકો પાસેથી સામાન્ય રસ્તા ઉપરાંત 45 કિલોમીટરનો ટોલ ટેક્સ એલિવેટેડ રોડનો લેવામાં આવી રહ્યો છે.

નવા નિયમમાં હવે માળખાની લંબાઈની ગણતરી પ્રમાણે પાંચ ઘણો ટેક્સ વસૂલવામાં આવશે. તદનુસાર લોકોને પીલખુવા ટોલ પરના સામાન્ય રસ્તા ઉપરાંત 22.5 કિમી એલિવેટેડ રોડનો ટોલ ટેક્સ ભરવો પડશે. તમામ ટોલ પ્લાઝા પર પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

માત્ર ફ્લાયઓવર અને એલિવેટેડ રોડ પર જ લાગુ

રોડ અને પરિવહન મંત્રાલયે તૈયાર કરેલો ડ્રાફ્ટ ફક્ત એલિવેટેડ રસ્તાઓ અને ફ્લાયઓવર માટે જ લાગુ થશે. સામાન્ય રસ્તાઓ પર ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. બીજી તરફ એનએચએઆઈએ પણ 1 નવેમ્બરથી મેરઠ એક્સપ્રેસ વે પર ટોલ દર ઘટાડ્યા હતા. ટોલ દરમાં વધારો થવાના કારણે ગાઝિયાબાદના લોકો સતત ફરિયાદો કરી રહ્યા છે. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર આર.પી.સિંઘે જણાવ્યું હતું કે, “નવા ટોલ ટેક્સના નિયમો ડિસેમ્બરના છેલ્લા અથવા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં લાગુ થશે. આ નિયમથી ટોલ દરમાં ઘટાડો થશે. ત્યારબાદ લોકોને ઘણી રાહત મળશે.”

Read Also

Related posts

ભારતનાં પાડોશી દેશે સર્વોચ્ચ ઉંચાઈ પર આયોજીત કર્યો ‘ફેશન શો’, રચ્યો ઈતિહાસ….

pratik shah

રોડ પર પડેલા ઘાયલની મદદ ન કરતા કોર્ટે બે શખ્સને પાંચ વર્ષની સજા ફટકારી

Pravin Makwana

Bigg Boss 13: શહનાઝ ગિલનાં ભાઈએ કહ્યું એવું કે, ઘરમાં મચ્યો હંગામો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!