GSTV

નવો નિયમ/ આજથી ચુકવવો પડશે આટલો વધુ ટોલ ટેક્સ, જાણો તમારા ખિસ્સા પર પડશે કેટલો બોજ

ટોલ

1 ઓક્ટોબરથી એટલે કે મુંબઇ મુંબઈ આવતા જતા લોકોના ખિસ્સા પર વધારે માર પડી શકે છે. મુંબઈમાં એન્ટ્રી પર લાગતા ટોલ ટેક્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી મુંબઈમાં ટોલ વસૂલીમાં પાંચ થી 25 રૂપિયા સુધીનો વધારો થવાનો છે. જે અનુસાર કાર ચાલકને હવે 40 રૂપિયા આપવાના થશે, જે પહેલા 35 રૂપિયા હતા. તો વળી ટ્રક અને બસ ચાલકોને 130 રૂપિયા ચુકવવાના થશે. વધતા દર 30 સપ્ટેમ્બર 2023 સુધી લાગૂ રહેશે. કોરોના કાળમાં ટોલ ટેક્સ વધારતા લોકોના ખિસ્સા પર વધુ બોજ આવી શકશે.

5 ટોલ નાકા પર નહીં લાગે આ નવા રેટ

આપને જણાવી દઈએ કે, મુંબઈમાં પ્રવેશ માટે પાંચ ટોલ નાકા આવે છે. જેમાં મુલુંડ, વાશી, દહિસર, એરોલી અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગના પ્રવેશ દ્વાર પર ટોલ છે. એમએમએઆર શહેરમાં 55 ફ્લાઈઓવર માટે નિર્માણ દરમિયાન થયેલા ખર્ચને વસૂલવા માટે 2002થી 2027 સુધી 25 વર્ષ માટે આ ટોલ નાકા પર પૈસા વસૂલી શકાશે. એમઈપી કંપની અને એમએસઆરડીસીની વચ્ચે થયેલા કરાર અનુસાર ટોલ ટેક્સ દર 3 વર્ષે વધારવામાં આવે છે. આ ભાવ વધારો તે કરાર અનુસાર કરવામાં આવે છે.

આ છે ટોલ ટેક્સના નવા ભાવ

નાના વાહનો માટે ટેક્સમાં 5 રૂપિયાનો વધારો થાય છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 35 રૂપિયા હતા, જે હવે 40 રૂપિયા વસૂલવામાં આવશે. જ્યારે મધ્યમ વાહનો માટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે હવે 65 રૂપિયા થઈ ગયો છે. તો વળી ટ્રક અને બસ માટે ટોલ ટેક્સ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે ટોલ ટેક્સ 105 રૂપિયાની જગ્યાએ 130 રૂપિયા આપવાના થશે. માસિક પાસ માટે 1400થી વધારીને 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

Read Also

Related posts

બિહાર ઈલેક્શનઃ BJPના ફ્રી કોરોના વેક્સિનના વાયદા પર RJD નો હુમલો, કહ્યું રસી દેશની છે ભાજપની નહીં

Karan

સ્મોલ સેવિંગ સ્કીમનાં ઘટી રહેલાં વ્યાજની વચ્ચે VPF છે બેસ્ટ ઓપ્શન, કંઈ રીતે કરશો રોકાણ વાંચો અહીંયા

Mansi Patel

ક્યાં કારણથી આવી રહ્યો કોલ, હવે રિસિવ કરતા પહેલા જ આ રીતેપડી જશે ખબર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!