બ્રાઝિલના મિનસ ગેરૈસ સ્ટેટમાં ડેમ તુટ્યો, 121ના મોત

બ્રાઝિલના મિનસ ગેરૈસ સ્ટેટમાં ડેમ તુટવાના કારણે 121 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો. ડેમ ધરાશાયી થવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ધરાશાયી થયેલો ડેમ  એક ખાણ પાસે બનાવવામાં આવ્યો હતો. ડેમ નજીકની જમીન અચાનક બેસી જતા દુર્ઘટના સર્જાઈ. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ભયાનક છે.

ડેમ ધરાશાયી થવાના કારણે ખાણ કંપનીની કેન્ટિન, ઈમારતને મોટુ નુકસાન થયુ. સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટના 25મી જાન્યુઆરીની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ડેમ ધરાશાયી થયા બાદ તેના નિશાન પણ જોવા મળ્યા. ચારે બાજુ કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોલીસે દુર્ઘટના મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રકારની ત્રીજી ઘટના બની છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter