GSTV

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું, જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

Last Updated on July 30, 2021 by pratik shah

ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ એના મેચમાં જાપાનને 5-3થી હરાવી દીધું છે. આ સાથે ભારતે ગ્રુપ સ્ટેજનો અંત જીતની સાથે કર્યો છે. ગ્રુપ રાઉન્ડમાં ભારત ફક્ત એક જ મેચ હાર્યું છે, બાકીના ચાર મેચ જીતવામાં સફળ રહ્યું છે, હવે ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચૂકી છે, અને એક ઓગસ્ટના રોજ અંતિમ 8મો મુકાબલો રમશે.

જાપાનને 5-3થી હરાવ્યું

ભારતની પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજમાં શાનદાર રમત દર્શાવી છે. તેઓએ પૂલ A ની પોતાની છેલ્લી મેચમાં જાપાનને 5-3થી હરાવ્યું. ભારતની આ ચોથી જીત છે.

સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને પણ હરાવ્યા

તેણે સ્પેન, ન્યૂઝીલેન્ડ અને આર્જેન્ટિનાને પણ હરાવ્યા છે. ભારત માત્ર એક મેચમાં હારી ગયું છે. તેને ઓસ્ટ્રેલિયાના હાથે 1-7થી હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાન સામેની મેચની વાત કરીએ તો ગુરજંતે ભારત માટે બે હરમનપ્રીત સિંહ અને એક નીલકાંત શર્માએ બે ગોલ કર્યા હતા.

ભારતે છેલ્લા ક્વોર્ટરમાં પોતાને મજબૂત કરી લીધું હતું. 56માં મિનિટમાં ભારતને પેન્લ્ટી કોર્નર મળ્યો હતો. અને ગુરજંતે આ તક ગુમાવી નહોતી. ગુરજંતે બોલને નેટમાં મોકલીને ભારતને 5-2થી આગળ કરી દીધું હતું. સ્ટાર ખેલાડી ગુરજંતનો આ મેચમાં બીજો ગોલ છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!