GSTV

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Last Updated on August 2, 2021 by Damini Patel

ટોક્યો ઓલિમ્પિકની એસ્ટ્રો તરફ પર જે થયું. ગયા 2 દિવસમાં જે જોવા મળ્યું. એ કોઈ ચમત્કારથી ઓછું નથી. એનો મોલ કોઈ સપનું સાકાર થવા જેવો છે. એવું પણ નહિ કે ભારતને તમામ ઉપલબ્ધી કિસ્મતથી જ મળે છે. એમાં એમની મહેનત વધુ છે. ભારત પુરુષ અને મહિલાઓ બંને જ ઇવેન્ટમાં હોકીના સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે. આ ઇતિહાસ છે. ભારતીય પુરુષ હોકી ટીમને અહીં સુધી પહોંચવામાં 49 વર્ષ લાગી ગયા. તો ત્યાં જ ભારતીય મહિલાઓને પહેલો મોકો મળ્યો છે. હવે જયારે રમતમાં તમે ઉમ્મીદ છોડી ચુક્યા છો. ઓલિમ્પિક મેડલનુ સપનું ત્યાગી ચુક્યા છો. આ ખેલમાં અચાનકથી એટલી મોટી ખુશી મળી જાય છે તો આંખમાંથી આંશુ તો પડશે જ.

ટોક્યોની ટર્ફ પર ગયા 24 કલાકમાં ભારતીય હોકી સાથે જોડાયેલ બે ખુશીના સમાચાર સામે આવ્યા. એક ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયા જેવી ધાકડ ટીમને પહેલી વખત હરાવી સેમિફાઇનલની ટિકિટ કરાવી અને બીજી મેન્સ હોકીમાં ઓલિમ્પિકના એસ્ટ્રો ટર્ફ પર પહેલી વખત ગ્રેટ બ્રિટનને હરાવી સેમિફાઇનલમાં પહોંચી છે. આ બંને ખુશી હિન્દુસ્તાનને ગડગડાવવા વાળી હતી. ભારતમાં હોકીની નવી સવાર લાવવા વાળી હતી.

ફિર દિલ દો હોકી કો…

ભારતની મેન્સ ટીમએ ગ્રેટ બ્રિટનને હરાવી જયારે સેમિફાઇનલની ટિકિટ કપાવી, એની ખુશીથી હિન્દુસ્તાન જુમી ઉઠ્યું. ભારતના ખેલ પ્રેમીઓની આંખો ભરેલી હતી. પળ ઈમોશનલ હતી, કારણ કે અવસર ખાસ હતું. હિન્દુસ્તાન માટે હોકી કેટલી મહત્વની હતી, એનો અંદાજ તમે મેચની કોમેન્ટ્રી કરી રહેલ બે કંન્ટેટરનો આ વિડીયો જોઈ લગાવી શકો છો. આ બંને કોમેન્ટેટરની કામેન્ટ્રી કરતા અવાજ અટકી ગયો. એવું એટલા માટે કારણ કે એ ટોકયાના ટર્ફ પર મળેલી જીતથી ખુબ જ ઈમોશનલ થઇ ગયા હતા.

પુરુષોએ જે કમાલ ગ્રેટ બ્રિટનને હરાવી કર્યો એ કમાલ મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને હરાવી કર્યો. ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક ગોલ કરી ભારતીય હોકીની છોરીઓએ કમાલ કરી દીધી. આ મોટી સફળતાની ખુશી મનાવવા માટે એમણે રાહ પણ ન જોઈ અને ફિલ્ડ પર જ શરુ થઇ ગઈ.

હોકીના સેમી ફાઇલ્સમાં 3 ઓગસ્ટે હવે ભારતીય મેન્સ ટીમનો મુકાબલો બેલ્જીયમ સાથે થશે ત્યાં જ મહિલા ટીમ 4 ઓગસ્ટ આર્જન્ટિનાના પડકારનો સામનો કરશે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!