GSTV

ભારતને ઝટકો/ તલવારબાજીમાં ભવાની તો દેશની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા ઓલિમ્પિકમાંથી બહાર

ઓલિમ્પિક

Last Updated on July 26, 2021 by Damini Patel

ટોક્યો ઓલિમ્પિકના ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી નથી રહી. તીરંદાજીથી લઈને નિશાનેબાજી સુધી દરેક જગ્યાએ ભારતને નિરાશા સાંપડી છે. ત્યારે હવે દેશની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા પણ ત્રીજા તબક્કામાં હારીને બહાર થઈ ગઈ છે. મનિકાની હાર સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં મહિલા પડકાર સમાપ્ત થયો છે.

એક રીતે દિવસની શરૂઆત સારી રહી હતી જ્યારે ભવાની દેવી અને પુરૂષ તીરંદાજી ટીમે પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો. પરંતુ ત્યાર બાદ પછીના તબક્કામાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

તલવારબાજીમાં સીએ ભવાનીની હાર

પહેલા મુકાબલામાં જીત નોંધાવનારી ભારતીય તલવારબાજ સીએ ભવાનીએ પછીના તબક્કામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભવાનીને વિશ્વની નંબર 4 ફ્રાંસની માનોન બ્રૂનેટે પરાજય આપ્યો હતો. આ પરાજય બાદ ટોક્યો ઓલમ્પિકમાં સીએ ભવાનીની સફર પૂરી થઈ હતી. જોકે તેના પહેલા ભવાનીએ ટ્યૂનીશિયાની બેન અજીજી નાદિયાને માત આપીને પોતાનો પહેલો મુકાબલો જીત્યો હતો.

Read Also

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!