GSTV

Tokyo Olympics: ભારત માટે વધુ એક નિરાશા, બ્રોન્ઝ મેડલ ચુક્યા દિપક પુનિયા

Last Updated on August 5, 2021 by Pritesh Mehta

Tokyo Olympicsનો આજે 14મોં દિવસ છે. આજે કુશ્તીમાં ભારત માટે મહત્વનો દિવસ રહ્યો. રવિ કુમાર દહિયા આજે ફાયનલ મેચ રમ્યા. એક તરફ તો તેઓ સિલ્વર મેડલ તો પાક્કું કરી દીધું છે. પરંતુ તેઓ પાસે ગોલ્ડની આશા હતી. તેમનું પ્રદર્શન જોતા તેમની પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી. તો બીજી બાજુ આજે દિપક પુનિયા બ્રોન્ઝ મેડલ માટે રમશે. આ પહેલા ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચીને ઓલિમ્પિકમાં જર્મનીને 5-4થી હરાવી કાંસ્ય પદક જીતી ચુકી છે.

પુનિયાની હાર

રેસલિંગમાં ભારત માટે આજનો દિવસ ખરાબ રહ્યો છે. એક તરફ જ્યાં ગોલ્ડ માટે રમી રહેલા રવિ દહિયાએ માત્ર સિલ્વર મેડલ સાથે સંતોષ માનવો પડ્યો છે તો બીજી બાજુ 86 કિલો વેઇટ કેટેગરીમાં દિપક પુનિયા બ્રોન્ઝ મેડલ માટે રમી રહ્યા હતા. જોકે, સાન મારિયોના ખેલાડી સામે દિપક પુનિયાની હાર થઇ છે. અને 86 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલની આશા પર પાણી ફરી વળ્યું છે. દિપક પુનિયાની 2-4થી હાર મળી છે.

ફાઇનલમાં હાર્યા રવિ દહિયા

ભારતીય રેસલર રવિ દહિયાએ ફાઇનલ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. રશિયન પહેલવાન જાવુરએ તેમને 7-4થી હરાવ્યા છે. રવિ દહિયાએ સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો છે. રવિ દહિયા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતના બીજા પહેલવાન બની ગયા છે. આ પહેલા વર્ષ 2012માં ઓલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને સિલ્વર મેડલ જીત્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata

ટી 20 ફોર્મેટ / RCBની પણ કેપ્ટનશીપ છોડી શકે છે વિરાટ કોહલી …? કોચે આપ્યું મોટું નિવેદન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!