GSTV

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Last Updated on July 26, 2021 by Pritesh Mehta

જાપાનમાં રમાઈ રહેલી ટોકિયો ઓલિમ્પિકમાં આજે ઈતિહાસ સર્જાયો છે અને આ ઈતિહાસ યજમાન દેશની સ્પર્ધકે જ સર્જયો છે. 13 વર્ષની જાપાનીઝ રમતવીર મોમિજી નિશીયા સ્ટ્રીટ સ્કેટબોર્ડની ચેમ્પિયન બની છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ મેળવનારા ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.

ટોક્યો

જોકે મોમિજી સૌથી નાની વયની ખેલાડી તરીકે ગોલ્ડ મેળવવામાં સ્હેજ માટે ચૂકી ગઈ છે.  આ રેકોર્ડ અમેરિકાની માર્જોરી ગેસ્ટ્રિંગના નામે છે. તેણે 13 વર્ષ એ 268 દિવસની વયે 1936ની બર્લિન ઓલિમ્પિકમાં ડાઈવિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે મોમિજીની વય 13 વર્ષ 330 દિવસ છે.

સ્કેટબોર્ડને રમત તરીકે ઓલિમ્પિકમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. જોકે સિલ્વર મેડલ જીતનાર બ્રાઝિલની સ્પર્ધક રેસા લીલ 13 વર્ષ અને 203 દિવસની છે. જો તે ગોલ્ડ મેડલ જીતી હોય તો તે સૌથી નાની વયે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ સર્જી શકી હોત.

સ્કેટબોર્ડ પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને ટીન એજર્સમાં લોકપ્રિય છે. જેમાં એક નાના બોર્ડની નીચે પૈડા જડેલાં હોય છે અને તેના પર ખેલાડીઓ સ્કેટિંગની જેમ જ અલગ અલગ પ્રકારના કરતબ બતાવતા હોય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!