GSTV

Tokyo Olympics: શાબાશ! હોકીના મેદાન પર બ્રોન્ઝથી ચૂકી ભારતની દિકરીઓ છતાં રચ્યો ઇતિહાસ

Last Updated on August 6, 2021 by Bansari

ટોક્યો ઓલિમ્પિક 2020નો આજે 15મો દિવસ છે.ભારતની મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલથી ચૂકી ગઇ છે. તેને ગ્રેટ બ્રિટનના હાથે 3-4થી હાર મળી છે. જો કે ટીમ ઇન્ડિયાએ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉમદા પ્રદર્શન કર્યુ. તે પહેલીવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચી હતી. આ દિકરીઓ પર દેશને ગર્વ છે અને તેમનું આવું જ પ્રદર્શન યથાવત રહ્યું તો તે દિવસ દૂર નથી જ્યારે આ ટીમ ઓલિમ્પિકમાં પોડિયમ ફિનિશ કરશે.

તૂટ્યુ સપનુ

ભારતની મહિલા હોકી ટીમનું ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનુ તૂટી ગયુ છે. બ્રોન્ઝ મેડલની મેચમાં તેને બ્રિટનના હાથે 3-4થી હાર મળી છે. જો કે ટીમ ઇન્ડિયાએ આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉમદા પ્રદર્શન કર્યુ. સાથે જ પહેલીવાર ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી હતી.

ઓલિમ્પિક ગ્લોરી : ભારતને મેન્સ હોકીમાં 41 વર્ષે મેડલ

ભારતની મેન્સ હોકી ટીમે ઇતિહાસ સર્જતા 41 વર્ષ પછી ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળતા મેળવી છે. ભારતે આજે જર્મનીની મજબૂત મનાતી ટીમને ભારે આક્રમક મિજાજ હેઠળની રમત બાદ 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મુકાબલો સેમિ ફાઇનલમાં હારેલી બંને ટીમો વચ્ચે હતો.

ભારતે સવારે હોકીમાં બ્રોન્ઝ જીત્યા પછી રમતના ચાહકોની નજર રવિ દહિયા અને રશિયાના યુગુએવ વચ્ચેના કુસ્તીના (57 કિ.ગ્રા. વજન ગુ્રપ) મુકાબલા પર હતી. મુકાબલો ગોલ્ડ મેડલ માટેનો હતો. રશિયાના કુસ્તીબાજે રવિ દહિયાને 7-4થી હરાવતા રવિ દહિયાને સિલ્વર મેડલ મળ્યો હતો. આમ તે ભારતના ઓલિમ્પિક ઇતિહાસમાં સુશીલકુમાર (2012) પછી કુસ્તીના ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનાર બીજો ખેલાડી બન્યો હતો.

જો કે, જેની પાસેથી મેડલની આશા રાખવામાં આવતી હતી તે વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઇનલમાં જ હારી ગઈ હતી. દિપક પુણિયા તેના બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં પરાજય પામ્યો હતો. જ્યારે અંશુએ મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ માટેની ઉભી થયેલી તક ગુમાવી હતી. ભારતે અત્યાર સુધી આ ઓલિમ્પિકમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

મેન્સ હોકીની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને જે રીતે ભારત રમ્યું તે બતાવે છે કે ભારતમાં હોકીનો નવો યુગ શરૂ થશે. જર્મનીની ટીમે રમતની બીજી જ મિનિટમાં ગોલ કરી 1-0ની સરસાઈ મેળવી હતી તે પછી ભારતે 17મી મિનિટમાં ગોલ કરતા સ્કોર 1-1 થયો હતો.

પછી જર્મનીએ 24મી અને 25મી મિનિટમાં બે ગોલ તો બે મિનિટમાં જ કર્યા હતા તો પણ ભારતની ટીમ જરા પણ નાસીપાસ નહોતી થઈ અને રક્ષણાત્મક બનવાની જગાએ જર્મની હતપ્રભ થાય તેમ 1-3થી પાછળ હતી તો પણ 27મીથી 34મી મિનિટે એટલે કે સાત જ મિનિટમાં ભારતે ઉપરાછાપરી ચાર ગોલ ફટકારી દીધા હતા.

ભારતની ટીમે 5-3ની સરસાઈ મેળવી લેતા જર્મની ડઘાઈ ગયું હતું. તેઓએ છેલ્લા ક્વાર્ટરમાં ગોલ પર ગોલ કરવા માટે રીતસરનો જાણે જંગ જાહેર કર્યો હતો. છેલ્લા ક્વાર્ટરની 12મી મિનિટમાં કુલ (48મી) જર્મનીએ ગોલ કરી 5-4નો સ્કોર કરતા ભારતે રમતની આખરી મિનિટોમાં સુરક્ષા હરોળને મજબૂત બનાવી હતી.

તેમાં પણ ગોલકિપર શ્રીજેશ કે જેણે તમામ મેચમાં અભેદ્ય દિવાલ જેવી ભૂમિકા ભજવી છે તેણે આજે પણ જર્મનીના ઓછામાં ઓછા ત્રણ ગોલ અટકાવ્યા હતા. ભારતના ખેલાડીઓના અને ચાહકોના શ્વાસ તો ત્યારે અદ્ધર થઈ ગયેલા જ્યારે રમત પૂરી થવામાં 6.8 સેકન્ડની વાર હતી ત્યારે જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો હતો.

આ વખતે પણ ભારતીય ટીમ અને ગોલકિપર શ્રીજેશે જર્મનીના અરમાન પર ઠંડુ પાણી ફેરવી દીધું હતું અને મેચ પૂરી થવાની વ્હીસલ વાગતા ભારતના ખેલાડીઓ અને કોચ એકબીજાને ભેટીને હર્ષ સાથે રડી પડયા હતા. દેશભરમાં ચાહકોએ ઉજવણી કરી હતી. પંજાબ, ઓડિસા, હરિયાણા, મહારાષ્ટ્રમાં ખેલાડીઓના પરિવારના ઘરની બહાર ફટાકડા ફૂટયા હતા અને મીઠાઈ વહેંચાઈ હતી.

સોશ્યલ મીડિયા પર દેશ- વિદેશથી ભારતીયોએ હોકી ટીમને શુભેચ્છાની વર્ષા કરી હતી. ભારતના વડાપ્રધાન મોદીએ ટોક્યોમાં ભારતના હોકી ટીમના કેપ્ટન, કોચ જોડે વાત કરીને અભિનંદન આપ્યા હતા. ખેલાડીઓને દેશના ગૌરવ કહ્યા હતા. નવા ભારતના પ્રતીક તરીકે ગણાવ્યા હતા.

ભારતની હોકી ટીમને સ્પોન્સર કરનાર ઓડિશાના મુખ્યમંત્રી બીજુ પટનાયકે પણ ખેલાડીઓને વીડિયો કોન્ફરન્સમાં અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓએ વડાપ્રધાન મોદી અને બીજુ પટનાયકનો તેઓએ જે પ્રોત્સાહન અને અન્ય સપોર્ટ આપ્યો તે બદલ આભાર માન્યો હતો.

ભારતે 27થી 34 મિનિટની રમતમાં ચાર ગોલ ફટકાર્યા

ભારત તરફથી સિમરનજીત સિંઘે 17મી મિનિટમાં, હાર્દિક સિંઘે 27મી મિનિટમાં, હરમનપ્રીત સિંઘે 29મી મિનિટમાં, રૂપિન્દરપાલ સિંઘે (31મી મિનિટમાં) અને સિમરનજીત સિંઘે મેચનો તેનનો બીજો અને ભારતનો પાંચમો ગોલ 34મી મિનિટમાં નોંધાવ્યો હતો. જર્મની તરફથી બીજી મિનિટમાં ટીમુર ઉરૂઝે, 24મી મિનિટમાં નિકલાસ વેલેને, 25 મિનિટમાં બેનેડિક્ટ ફૂર્કે અને 48મી મિનિટમાં લુક્સ વિન્ડફેડરે ગોલ ફટકાર્યો હતો.

Read Also

Related posts

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!