GSTV

Tokyo Olympics / ભારતને મળી શકે છે વધુ બે મેડલ, આ બે ખેલાડીઓની ઓલમ્પિકમાં શાનદાર રમત

Last Updated on July 28, 2021 by Zainul Ansari

ટોક્યો ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે સારો રહ્યો. બેડમિંટન, આર્ચરી અને બોક્સિંગથી દેશ માટે સારા સમાચાર છે. તીરંદાજી અને બોક્સીંગમાં ભારત મેડલ જીતવાની નજીક આવી ગયું છે. આર્ચર દીપિકા કુમારી અને બોક્સર પૂજા રાનીએ અંતિમ 8માં પ્રવેશ કર્યો છે. જ્યારે બેડમિંટનમાં પીવી સિંધુએ હોંગકોંગના ચેઉંગ નાગનને હરાવી છે. તે નોકઆઉટ તબક્કે પહોંચી ગઈ છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક મેડલ છે. મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.

દીપિકા કુમારી અંતિમ 8માં પહોંચી

વિશ્વની નંબર વન આર્ચર દીપિકા કુમારી ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની નજીક આવી ગઈ છે. તેણે અંતિમ 8માં સ્થાન મેળવ્યું છે. દીપિકાએ છેલ્લી 16 મેચમાં અમેરિકાની જેનિફર ફર્નાન્ડીઝને 6-4થી હરાવી હતી.

પૂજા રાની મેડલથી માત્ર 1 જીત દૂર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મેડલ મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યાં છે. બોક્સીંગમાં પૂજા રાની મહિલાઓની 75 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. બસ હવે તે મેડલથી માત્ર 1 જીત દૂર છે. પૂજાએ રાઉન્ડ ઓફ-16 માં અલ્જેરિયાના ઇચ્રાક ચાઈબને 5-0થી હરાવી હતી. પૂજા રાનીએ પોતાનાથી 10 વર્ષ નાની ખેલાડીને હાવી થવાની એક પણ તક આપી નહોતી. જો પૂજા આગામી મેચ જીતશે તો તે મેડલ પણ જીતી શકે છે. પૂજા રાની અગાઉ લવલિના પણ 69 કિલોગ્રામ વજન વર્ગ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

સિંધુએ બીજી મેચ જીતી

2016ની સિલ્વર મેડલીસ્ટ ભારતની પી.વી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. સિંધુ રમત મહાકુમ્ભમાં પોતાની બીજી મેચમાં પણ જીત મેળવી છે. ગ્રુપ-જેની મેચમાં સિંધુ સામે હોંગ-કોંગની ચિયુગા નગન હતી. બંને ખેલાડીઓ વચ્ચે બુધવારે જે મેચ રમાઈ જેમાં સિંધુએ 21-9, 21-16થી પોતાના નામે કરી લીધી. સિંધુએ આ મેચ જીતવા માટે 35 મિનિટનો સમય લીધો. આ જીત સાથે સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

સિંધુ પાસે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતવાની ઉમ્મીદ છે. બેડમિન્ટનમાં દેશની એક માત્ર ખેલાડી છે જે આ ઓલિમ્પિકમાં મેડલ માટે મજબૂત દાવેદારના રૂપમાં જોવામાં આવી રહી છે. આ તરફ સિંધુ સરળતાથી આગળ વધી રહી છે. પોતાની પહેલી મેચમાં સિંધુએ ઈઝરાઈલની પોલીકારપોવા કસેનીયાને 21-7, 21-10થી માત આપી હતી અને હવે વધુ એક મેચ પણ શાનદાર રમત બતાવતા સરળતાથી જીત મેળવી.

Read Also

Related posts

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!