GSTV
Sports ટોપ સ્ટોરી

Tokyo Olympics: લવલીનાનો પંચ દાવેદાર છે મેડલનો, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય બોક્સર

Tokyo Olympicsમાં ભારતીય ખેલાડીઓ પોતાની કુળશતા સાથે વિવિધ રમતોમાં પ્રતિભા પણ બતાવી રહ્યા છે. પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય બોક્સર લવલીના બોરગોહેને (69કિગ્રા)માં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. મંગળવારે જર્મનીની અનુભવી નેદિન એપ્ટેજને ધૂળ ચાટતી કરી દીધી હતી, બીજી તરફ આ મેચ જીતીને ક્વોટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.

રિંગમાં ઉતરવાવાળી એક માત્ર ભારતીય બોક્સર લવલીનાએ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પોતાનાથી 11 વર્ષ મોટી એપેટ્જને 3-2થી હરાવી દીધી હતી. બન્ને ખેલાડી ઓલિમ્પિકમાં આહાઝ કરી રહી હતી, અને ભારતની 9 સદસ્ય ટીમના અંતિમ-8માં જગ્યા બનાવવાળી પ્રથમ ખેલાડી બની હતી. હવે માત્ર એક જીત દુર છે મેડલ મેળવવા માટે.

તણાવ ભરેલા મુકાબલામાં 24 વર્ષીય લવલીએ દમદાર રમત બતાવી હતી. અને નજીવા અંતરથી જીત દાખવવામાં સફળ રહી હતી. લવલીનાએ ત્રણેય રાઉડમાં આક્રમક રમત રમીને જીત દાખવી હતી.

લવલીના વિશ્વ ચેમ્પિયનશીપમાં બે અને એશિયાઈ ચેમ્પિયનશીપમાં એક વખત બ્રોન્ઝ મેડલ જીતી

ઓલિમ્પિકની બોક્સિંગ સ્પર્ધામાં ક્વોલિફાઈ કરવાવાળી જર્મનીની પ્રથમ મહિલા બોક્સર 35 વર્ષની એપટ્જ બે વખત વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અને પૂર્વ યુરોપીય ચેમ્પિયન છે. લવલીના વિશ્વ ચેમ્પિયનશીપમાં બે અને એશિયાઈ ચેમ્પિયનશીપમાં એક વખત બ્રોન્ઝ મેડલ જીતી છે.

અસમની લવલીનાએ શરૂઆતી સમયમાં આક્રમક રમત દાખવી હતી. પરંતુ ત્યાર પછી રણનીતિમાં બદલાવ કરીને રાહ જોવાનો નિર્ણય કર્યો હતો, આ રણનીતિ કામમાં આવી હતી, પરંતુ જર્મનીની બોક્સરે પોતાના સટીક પંચો એ ઘણી વખત લવલીનાને પરેશાન કર્યા, પરંતુ લવલીનાના ધારદાર મુક્કાઓ દ્વારા પોતાનું પલડું ભારે રાખ્યું હતું.

READ ALSO

Related posts

ક્રિકેટ / એશિયા કપ પહેલા પાકિસ્તાનની ટીમમાં બબાલ, કેપ્ટન બાબર સહિતના ખેલાડીએ બોર્ડ વિરુદ્ધ ખોલ્યો મોરચો!

Hardik Hingu

રખડતા ઢોરનો ત્રાસ / નીતિન પટેલ પછી CM ભુપેન્દ્ર પટેલના કાફલામાં આખલાની એન્ટ્રી, મચી દોડધામ

Zainul Ansari

મંત્રી બ્રિજેશ મેરજા અને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ આવ્યા આમને સામને, જાણો નારાજગી પાછળનું કારણ

Zainul Ansari
GSTV