GSTV

ઓલંપિક રેસ દરમિયાન દોડતા સમયે પડી ગઈ મહિલા એથ્લેટ, બધા આગળ નીકળી ગયા પરંતુ હિંમત ના હારતાં જીતી લીધી રેસ

Last Updated on August 3, 2021 by Harshad Patel

નેધરલેન્ડની લોન્ગ ડિસ્ટન્સ રનર સિફાન હસન ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. હકિકતમાં ટોક્યો ઓલંપિકમાં 1500 મીટર રેસ જીતવા માટે દોડી રહી હતી. પરંતુ ફાઈનલ લેપમાં તે કેન્યાની એડિના જેબિટોકના પગ સાથે અથડાય છે અને સંતુલન બગડતાં તે ટ્રેક પર પડી જાય છે. એવામાં સિફાન અન્ય એથલીટ્સથી 30 મીટર પાછળ રહી જાય છે. તેને લગભગ 380 મીટર સુધી ટ્રેક કવર કરવાનું હતું પરંતુ તે હાર માનતી નથી પરંતુ ટ્રેક પર ફરીથી ઉભી થઈને રેસ જીતીને દુનિયાને બતાવી દીધું કે પ્રયત્ન કરનારાની ક્યારેય હાર થતી નથી.

આ નેઝરલેન્ડની સિફાનની એક અવિશ્વસનિય વાપસી

રેસની ક્લિપ શેર કરતાં ટ્વિટર યુઝરે લખ્યું હતું કે આ નેઝરલેન્ડની સિફાનની એક અવિશ્વસનિય વાપસી છે. જેણે 1,500 મીટર ની રેસના અંતિમ લેપ દરમિયાન ટ્રેક પર પડ્યા પછી પણ ન ફક્ત રેસ પૂરી કરી પરંતુ તેને જીતી પણ લીધી . સિફાન પડ્યા પછી તુરંત ઉભી થઈ જાય છે. અને જીત મારે પૂરો જીજાન લગાવી દે છે. ઈથોપિયામાં જન્મેલી હસને 4 મિનિટ અને 5 સેકન્ડમાં આ દોડ પૂરી કરી. આ જીત સાથે તેણે 1,500 મીટર સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. જણાવી દઈએ કે હસન 1500 મીટર ઉપરાંત 5 હજાર મીટર અને 10 હજાર મીટર રેસ માટે પણ તૈયારી કરી રહી છે.

પડ્યા પછી પણ ખૂબજ ઝડપથી પોતાને સંભાળીને જીતવું ખરેખર ખૂબજ પ્રશંસનીય

આ રેસ દરમિયાન સિફાન માટે ઓસ્ટ્રેલિયાની જેસિકા હલ અને અમેરિકાની એથલીટ એલ પુરિયર સેન્ટ પીએર સૌથી મોટો પડકાર હતી. પરંતુ તેણે બંનેને પછાડીને રેસ પોતાના નામે કરી દીધી છે. સોશ્યલ મીડિયા પર તેના હોંસલાની પ્રશંસા થઈ રહી છે. કેટલાક યુઝર્સે લખ્યું કે હસન એક લિજેન્ડ ખેલાડી છે. જ્યારે અન્ય યુઝર્સે કહ્યું પડ્યા પછી પણ ખૂબજ ઝડપથી પોતાને સંભાળીને જીતવું ખરેખર ખૂબજ પ્રશંસનીય છે.

સિફાન હસન પડ્યા પછી થોડું પેનિક થયું હતું પરંતુ જો તે પડતી નહીં તો તે સરળતાથી જીતી શકે તેમ હતી. પરંતુ તેમ છતાં જીતવા માટે પૂરી તાકાતનો ઉપયોગ કરવો પડ્યો. જો કે આવી પરિસ્થિતિમાં પણ જીતવું બતાવે છે કે તે એક વર્લ્ડક્લાસ એથ્લિટ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!