GSTV

ઓલિમ્પિક/ તિરંદાજીમાં વર્લ્ડ નંબર વન રેન્કરે કહ્યું મેડલ પાક્કો હતો પણ આમને કારણે અમે ચૂકી ગયા, મહિના પહેલાં જ જીત્યા હતા ગોલ્ડ

Last Updated on July 31, 2021 by Harshad Patel

ટોકિયોમાં રમાઈ રહેલી ઓલિમ્પિકમાં તિરંદાજીમાં ભારતના પડકારોનો અંત આવી ગયો છે. ગઈકાલે દિપિકા કુમારી સાઉથ કોરિયાની પ્લેયર સામે અને આજે અતાનું દાસ પણ સિંગલ્સ પ્રી કવાર્ટર ફાઈનલમાં જાપાનના તાકાહારુ ફુરુકાવા સામે હારી ગયો છે. ઓલિમ્પિકનો પ્રારંભ થયો ત્યારે દિપિકા અને અતાનુને મેડલના દાવેદાર મનાતા હતા. દિપિકા તો વર્લ્ડ નંબર વન રેન્ક સાથે ઓલિમ્પિકમાં ઉતરી હતી.

મિક્સ્ડ ડબલ્સમાં દિપિકા અને અતાનુને જોડી બનાવવાનો મોકો મળ્યો નહોતો

જોકે મિક્સ્ડ ડબલ્સમાં દિપિકા અને અતાનુને જોડી બનાવવાનો મોકો મળ્યો નહોતો. કારણ કે રેન્કિંગમાં અતાનું અન્ય પ્લેયર પ્રવીણ જાધવથી પાછળ હતો. એ પછી રેન્કિંગ પ્રમાણે ભારતીય મેનેજમેન્ટે દિપિકા અને પ્રવીણની જોડી બનાવી હતી. જેને કોરિયા સામે મિક્સ્ડ ડબલ્સમાં હાર મળી હતી. જ્યારે એક મહિના પહેલા પેરિસ વર્લ્ડ કપમાં દિપિકા અને અતાનુની જોડી ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી.

મારી અને અતાનુની જોડી હોત તો ભારતને મિક્સ્ડ ડબલ્સમાં મેડલ મળી શક્યો હોત

દિપિકાએ હવે આ નિર્ણય પર સવાલ ઉભા કરીને કહ્યું છે કે, આર્ચરી ફેડરેશને મિક્સ્ડ ડબલ્સમાં અતાનુની જગ્યાએ પ્રવીણ જાધવની પસંદગી કરીને ભુલ કરી હતી. જો મારી અને અતાનુની જોડી હોત તો ભારતને મિક્સ્ડ ડબલ્સમાં મેડલ મળી શક્યો હોત. પહેલાં અતાનુ પણ કહી ચુકયો છે કે, મને મિક્સ્ડ ડબલ્સમાં દિપિકા સાથે જોડી બનાવવાની આશા હતી પણ એવું થઈ શક્યું નહોતું. મને ખબર નથી કે તેનું કારણ શું છે. ઉલ્લેખીય છે કે, દિપિકા અને અતાનુ પતિ પત્ની છે અને ગયા વર્ષે જુન મહિનામાં જ તેમણે લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!