GSTV

Tokyo Olympics : પીવી સિંધુનો કમાલ, સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર

Last Updated on July 30, 2021 by pratik shah

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ શાનદાર રમત રમી હતી. આ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચીને હરાવી દીધી છે, સિંધુએ યામાગુચીને સીધા મુકાબલામાં 21-13, 22-20થી માત આપી છે. ટોકિયો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે.મહિલા બોક્સર લવલીના બોરગોહેને ભારતના ખાતામાં વધુ એક મેડલ પાક્કો કરી દીધો છે. તેમણે 69 કિલો વર્ગના ક્વાટરના ફાઈનલમાં ચીની તાઈપેવી નિએન ચિન ચિનને 4-1થી માત આપી છે.

પીવી સિંધુએ શાનદાર મુકાબલામાં જાપાનની અકાને યામાગુચીને હરાવી દીધી છે. સિઁધુએ યામાગુચીને સીધી ગેમમાં 21-13, 22-20થી માત આપી છે. કાંટાની આ ટક્કર 56 મિનટ સુધી ચાલી હતી. સિંધુ એ આ મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મુકાબલો ત્રીજી ગેમ સુધી ચાલશે. પરંતુ ભારતીય સ્ટારે પોતાની આગવી રમત દાખવીને પહેલા બરાબરી કરી પછી તાકાતવર સ્મેશથી મુકાબલો પોતાના નામે કર્યો હતો. સિંધુ હવે મેડલથી એક જીત દૂર છે. આ પહેલા એક તરફા પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને સીધી ગેમમાં હરાવીને પીવી સિંધુએ અંતિમ આઠમાં જગ્યા બનાવી લીધી હતી. આમ ઓલિમ્પિકમાં પીવી સિંધુની પક્કડ શરૂઆતથી જ રહી હતી. બેડમિન્ટનના રસીકો જેવી મેચ જોવા ઈચ્છતા હતા તેવી જ મેચ યોજાઈ હતી. ભારતની સ્ટાર શટલરની દમદાર રમત અને જાપાની ખેલાડીનો વળતો પ્રહાર જોવા મળ્યો હતો. અને અંતે ભારતની સ્ટારે આ મેચ જીતીને હવે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

પીવી સિંધુએ શરૂઆતથી જ મેચમાં જ જોરદાર પક્કડ રાખી હતી. અને જાપાની ખેલાડી માટે મુશ્કેલી વધારી દીધી હતી. તેણે 21-13થી પ્રથમ ગેમ પેતાના નામે કરી હતી. આ ગેમ 23 મિનિટ સુધી ચાલી હતી. સિંધુ આ ગેમમાં 1-0થી આગળ વધી ગઈ હતી. સિંધુનો ડિફેન્સ અને એટેક માસ્ટર ક્લાસ રહ્યો હતો. એક બે રેલીઓ છોડીને જાપાની ખેલાડી માટે મુશ્કેલી ઉભી કરી દીધી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી.

ભારતને સૌથી મોટી આશા ગોલ્ડ મેડલની આ બેડમિન્ટન ખેલાડી પીવી સંધુ પાસેથી

ભારતને સૌથી મોટી આશા ગોલ્ડ મેડલની આ બેડમિન્ટન ખેલાડી પીવી સંધુ પાસેથી છે. બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિન્ધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિન્ધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સિન્ધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. તેમના માટે ગયું વર્ષ કઈ સારું નથી રહ્યું. તે કેટલીક ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. જોકે માર્ચમાં તે સ્વિસ ઓપનના ફાઈનલમાં પહોંચી હતી. સિન્ધુને મોટી મેચોની પ્લેયર માનવામાં આવે છે. ત્યારે, આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા પુરી થઈ શકે છે.

પુસરલા વેંકટ સિંધુ ભારતીય બેડમિન્ટન ખેલાડી

પુસરલા વેંકટ સિંધુ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પ્રસિદ્ધ થયેલી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની યાદી પ્રમાણે તેણી ટોચની ૨૦ ખેલાડીઓમાં હતી. સિંધુ બેડમિન્ટન ઇતિહાસની પ્રથમ મહિલા ખેલાડી જેણે સતત ઓલિમ્પિક, વર્લ્ડ ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થમાં મેડલ જીત્યા છે. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. ૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.

ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો

પુસારલા વેંકટા સિંધુ 21 મી સદીની સૌથી પ્રખ્યાત ભારતીય બેડમિંટન સ્ટાર છે. ઓલમ્પિકમાં PV Sindhu સિલ્વર મેડલ જીતનાર અને બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે, 21 મી સદીમાં ભારતીય બેડમિંટનની વાત આવે ત્યારે વર્લ્ડ ચેમ્પિયન એક વર્ગમાં હોય છે. સાથી બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ અને બોક્સર મેરી કોમની સાથે તે ભારતમાં રમતગમતની મહિલાઓ માટે એક ચમકતી સ્ટાર છે. હાલમાં વિશ્વના સાતમા ક્રમે છે, શટલર પીવી સિંધુ બેકમિંટનમાં ભારતની સૌથી મોટી આશા બની રહી છે કારણ કે રાષ્ટ્ર ટોક્યો 2020માં ભારતને તેની પાસે મોટી આશાઓ છે.

લવલીનાએ આ જીત સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.જાપાનની ખેલાડીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. દેશના ખેલાડીઓ માટે 30 જુલાઈ એટલે કે આજનો દિવસ ઘણો મહત્વનો રહ્યો હતો. ભારતના કેટલાક ખેલાડીઓ મેડલની નજીક પહોંચી ગયા છે.

સિંધુ મેડલ જીતવાથી માત્ર એક કદમ દૂર છે. જ્યારે બીજી, તરફ તીરંદાજીમાં દીપીકા કુમારી મહિલા વ્યક્તિગતના ક્વાટર ફાઈનલનો મુકાબલો હારીને ઓલિમ્પિકથી બહાર થઈ ગઈ છે.

પીવી સિંધુએ શાનદાર રમત રમી

લવલીના માટે સેમી ફાઈનલમાં કપરા ચઢાણ

લવલીના માટે સેમી ફાઈનલમાં કપરા ચઢાણ છે. કારણ કે તેનો મુકાબલો તુર્કીની મહિલા બોક્સર અને વિશ્વની નંબર વન સામે છે. લવલીન પહેલા કીક બોક્સર બનવા માંગતી હતી. તેની બે બહેનો લીમા અને લીચા કીક બોક્સર જ છે. જોકે બાદમાં તેણે બોક્સીંગમાં કેરિયર બનાવવાનુ પસંદ કર્યુ હતુ. લવલીનાએ 2012 થી બોક્સિંગની ટ્રેનિંગ શરૂ કરી હતી. નવ વર્ષની મહેનતનું પરિણામ આજે જોવા મળ્યું હતું.

લવલીને જીત બાદ જણાવ્યું હતું કે, મારૂ ટાર્ગેટ ગોલ્ડ મેડલ જ છે. બ્રોન્ઝ મેડલ મળશે તે નિશ્ચિત થઈ ગયા બાદ હું વધારે સારી રીતે અને ચિંતા વગર મારી રમત બતાવી શકીશ.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાન સરહદ / ગૃહમંત્રી અમિત શાહે રોહિતાશ પોસ્ટની લીધી મુલાકાત, જવાનો માટે વેલફેર સ્કીમના વિસ્તારની કરી જાહેરાત

Zainul Ansari

Big Breaking / ગુજરાત બાદ મુંબઈનો વારો, મહારાષ્ટ્રમાં નોંધાયો ઓમિક્રોનનો પહેલો કેસ

Zainul Ansari

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!