GSTV

Tokyo Olympics : નોવાક જોકોવિચે સ્ટેન્ડમાં, નેટ પર અને ફોટોગ્રાફરો પર ફેંક્યું રેકેટ, જુઓ વીડિયો

Last Updated on August 1, 2021 by Zainul Ansari

વિશ્વનો ટોચનો ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ‘ગોલ્ડન સ્લેમ’ પૂર્ણ કરવાના સ્વપ્ન સાથે ઓલિમ્પિકમાં આવ્યો હતો, પરંતુ બ્રોન્ઝ મેડલ હાર્યા બાદ ટોક્યોથી ખાલી હાથે પાછો ફરશે. સર્બિયન ખેલાડીને બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનના પાબ્લો કારેનો બુસ્ટાએ 6-4, 7-6, 6-3થી હરાવ્યો હતો. મેચ દરમિયાન, જોકોવિચે ઘણી વખત પીત્તો ગુમાવી અને પોતાનો ગુસ્સો રેકેટ પર ઉતાર્યો.

જોકોવિચને 24 કલાકથી ઓછા સમયમાં ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. એલેક્ઝાન્ડર ઝ્વેરેવે શુક્રવારે ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ સેમિફાઇનલમાં જોકોવિચને હરાવીને ‘ગોલ્ડન સ્લેમ’ પૂર્ણ કરનાર પ્રથમ માણસ બનવાનું જોકોવિચનું સપનું તોડી નાખ્યું. આ પછી, તેને મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. એક જ વર્ષમાં તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ સાથે ઓલિમ્પિક ગોલ્ડ જીતવાને ગોલ્ડન સ્લેમ કહેવામાં આવે છે. સ્ટેફી ગ્રાફ (1988) આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ટેનિસ ખેલાડી છે.

જોકોવિચની નિરાશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બીજા સેટમાં મેચ પોઈન્ટ બચાવ્યા બાદ ત્રીજા સેટની લાંબી રેલી દરમિયાન બુસ્ટાના શોટને અટકાવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેણે પોતાનું રેકેટ સ્ટેન્ડ તરફ ફેંકી દીધું. બે ગેમ્સ પછી, જ્યારે બુસ્ટાએ તેની સર્વિસ તોડી, તેણે ફરી એક વખત તેના રેકેટને નેટમાં ફટકાર્યુ. ત્યારબાદ તેણે રેકેટ ઉપાડ્યું અને ફોટોગ્રાફરો તરફ ફેંકી દીધું.

બુસ્ટાએ અમ્પાયર પાસેથી પેનલ્ટી પોઈન્ટની માંગ કરી હતી

ચેયર અમ્પાયરે નેટ પર રેકેટ ફેંક્યા બાદ જોકોવિચને ચેતવણી પણ આપી હતી, પરંતુ બુસ્ટાએ અમ્પાયર પાસેથી પેનલ્ટી પોઈન્ટની માંગણી કરી હતી કારણ કે આ રેકેટ ઉપર ગુસ્સાનો બીજો કેસ હતો. જો કે, પ્રથમ ઘટના બાદ અમ્પાયરે જોકોવિચને ચેતવણી આપી ન હતી.

જોકોવિચ અને નીના સ્ટોજાનોવિચની મિક્સ ડબલ્સની જોડી શુક્રવારે સેમિફાઇનલમાં હારી ગઇ હતી. જે બાદ તેને બ્રોન્ઝ મેડલ મેચમાં ઓસ્ટ્રેલિયાની એશ બાર્ટી અને જોન પીયર્સની મિક્સ ડબલ્સ જોડીનો સામનો કરવાનો હતો, પરંતુ તેણે ડાબા ખભાની ઈજાને કારણે મેચમાંથી ખસી જવું પડ્યું. મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ ઓસ્ટ્રેલિયન જોડીને મળ્યો. જોકોવિચે ઓલિમ્પિકમાં માત્ર એક જ મેડલ જીત્યો છે. તેણે બેઇજિંગ (2008) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ALSO READ

Related posts

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!