GSTV

Tokyo Olympics: વર્લ્ડ ચેમ્પિયનને જોરદાર ટક્કર આપી છતાં સેમિફાઇનલમાં હારી લવલીના, બ્રોન્ઝ મેડલથી માનવો પડશે સંતોષ

લવલીના

Last Updated on August 4, 2021 by Bansari

ટોક્યો ઓલિમ્પિકનો આજે 13 મો દિવસ છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેન (69 કિગ્રા) વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે તેની સેમિફાઇનલ મેચ હારી ગઈ છે. જો કે, લવલિનાએ મેડલ પાક્કો કરી દીધો હતો. સેમીફાઈનલમાં હાર સાથે તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. અગાઉ ભારતીય કુસ્તીબાજોએ ઉમદા પ્રદર્શન કર્યું હતું.

રવિ કુમાર અને દીપક પૂનિયાએ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. આજે મહિલા હોકી ટીમની મેચ પણ છે. ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવાના ઇરાદા સાથે ફાઇનલમાં જશે. મહિલા હોકી ટીમ પહેલાથી જ ઇતિહાસ રચી ચૂકી છે અને હવે તે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવીને તેની સિદ્ધિઓને શિખર પર પહોંચાડવાનું લક્ષ્ય રાખશે.

લવલીના

લવલીનાએ વર્લ્ડ ચેમ્પિયન સામે ઘણો સંઘર્ષ કર્યો

લવલીના બોરગોહેને તેની સેમિફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન તુર્કીના બુસેનાઝ સુરમેનેલી સામે હારી ગઇ છે. લવલીનાનો 0-5થી પરાજય થયો હતો. લવલીના ત્રણેય રાઉન્ડ 0-5થી હારી ગઈ. આ હાર સાથે, લવલીનાના અભિયાનનો અંત આવી ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. લવલીના મેચ હારી ગઈ, પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલીને જોરદાર ટક્કર આપી. લવલીનાએ સુરમેનેલીને ઘણા દમદાર પંચ પણ ફટકાર્યા હતા, પરંતુ આ ટર્કિશ દિગ્ગજ બોક્સર પાસે લવલીનાના દરેક પંચનો જવાબ હતો.

નીરજ ચોપરા ફાઇનલમાં, પહેલવાન રવિ અને દીપકની સેમીફાઇનલમાં એન્ટ્રી

આ સિવાય નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જેવેલિન થ્રોની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 86.65 મીટર દૂર ફેંક્યો. તે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાને રહ્યો હતો.તેમજ કુસ્તીમાં 57 કિલો ભાર વર્ગમાં રવિ કુમાર દહિયાએ શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે બલ્ગેરિયાના જોર્ડી વાંગેલોવને 14-4થી હરાવ્યો હતો.જ્યારે 86 કિલોગ્રામ વર્ગમાં દીપક પૂનિયાએ ચીનના જુશેન લિનને 6-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

નીરજ ચોપરા જેવેલિન થ્રોની ફાઇનલમાં પહોંચ્યો

ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં શાનદાર થ્રો કર્યો હતો. તેણે ભાલો 86.65 મીટર દૂર ફેંક્યો હતો. આ સાથે તે ફાઇનલ માટે ક્વોલિફાય થયો. સીધો ફાઇનલમાં પ્રવેશવા માટે 83.50 મીટરનો થ્રો જરૂરી છે. નીરજ હવે 7 ઓગસ્ટના રોજ ફાઇનલ મેચમાં પોતાની તાકાત બતાવશે. મેન્સ જેવેલિન થ્રો ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ચોપરાએ ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

શિવપાલ ફાઇનલની રેસમાંથી બહાર

ભારતનો જેવેલિન થ્રોઅર શિવપાલ સિંહ પુરુષ જેવેલિન થ્રો ઇવેન્ટના ગ્રુપ બી માટે ક્વોલિફાય થઇ શક્યો નથી. આ સાથે તે ફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 74.81 મીટર ફેંક્યો. જ્યારે તેનો બેસ્ટ થ્રો પ્રથમ પ્રયાસમાં હતો જ્યારે તેણે ભાલો 76.40 મીટર દૂર ફેંક્યો હતો.

રેસલર રવિ કુમાર દહિયા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

ભારતીય રેસલર રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કમાલ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચમાં કોલંબિયાના રેસલર ઓસ્કર ટીગુએરોસ અર્બનોને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિ કુમાર આ મેચ 13-2થી જીતવામાં સફળ રહ્યો. પહેલી જ મિનિટમાં બે રેસલર વચ્ચે જોરદાર મુકાબલો થયો. આ દરમિયાન દહિયાએ બે પોઇન્ટ મેળવ્યા હતા. પરંતુ અર્બનોએ રિવર્સ ટેકડોનમાં સ્કોર સરભર કર્યો. આ પછી, રવિએ જોરદાર વાપસી કરી અને કુલ 10 પોઈન્ટ હાંસેલ કર્યા બાદ મેચ જીતી લીધી.

અંશુ મલિક હારી

ભારતીય પહેલવાન અંશુ મલિક મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા ભાર વર્ગની સ્પર્ધામાં હારી ગઇ. તેણીને બેલારુસની ઇરિના કુરાચિકિનાએ 8-2થી હરાવી હતી. વિશ્વની ત્રીજા નંબરની મહિલા કુસ્તીબાજ ઈરિનાએ પ્રથમ ત્રણ મિનિટ બાદ અંશુ મલિક પર 4-0ની લીડ મેળવી હતી. જેના કારણે ભારતીય કુસ્તીબાજ ઉભરી શકી નહીં.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!