GSTV

ભલે હાર્યા પરંતુ ગર્વ છે: હોકી સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે 2-1થી ભારતની હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે દેશની દીકરીઓ

Tokyo Olympics

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

ટોક્યો ઓલમ્પિકમાં આજે 13મોં દિવસ છે. આજે આર્જેન્ટિના સામે ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલ રમી રહી છે. સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. હાલ ચોથા ક્વાર્ટરમાં આર્જેન્ટિના ભારતથી 2-1થી આગળ ચાલી રહી છે.

હોકી

મહિલા હોકીમાં ગોલ્ડનું સપનું તૂટ્યું

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકીને નિરાશા હાથ મળી છે. ચોથા ક્વાર્ટરમાં આર્જેન્ટિનાને ભારતીય મહિલા હોકી ટીમે જોરદાર ટક્કર આપી. જોકે આખરે મહિલા હોકી ટીમની હાર થઇ છે. હવે ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે રમશે.

સેમીફાઇનલમાં આગળ ન વધી શકી મહિલા હોકી ટીમ

ભારતની મહિલા ટીમ પણ સેમી ફાઇનલમાં આગળ ન વધી શકી. તેને આર્જેન્ટિના સામે 1-2થી હાર મળી છે. ટીમ ઇન્ડિયા હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે. મહિલા ટીમ પહેલા પુરુષ હોકી ટીમ પણ સેમિફાઇનલ મેચ હારી ચુકી છે. તેણે બેલ્જીયમ સામે હાર મેળવી હતી.

ગુરજીત ન કરી શકી ગોલ

ટીમ ઇન્ડિયાએ ચોથા ક્વાર્ટરની સારી શરૂઆત કરી. અટેક કરી રહી છે. મેચના 51મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મેલકયો. મેચનો આ ચોથો પેનલ્ટી કોર્નર હતો. ગુરજીત કૌરએ શોટ માર્યો પરંતુ આર્જેન્ટિનાની ગોળ કીપર એલર્ટ રહી અને તેણે ગોળ બચાવી લીધો. ભારત 1-2થી પાછળ ચાલી રહી છે. પરંતુ મેચ હજુ બાકી છે.

આર્જેન્ટિના સામેની સેમિફાઇનલ મેચમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ભારતે મેચમાં વાપસી કરવા માટે માત્ર એક જ ગોલની જરૂર છે.

ત્રીજું ક્વાર્ટર પૂર્ણ

મેચનું ત્રીજું ક્વાર્ટર પૂર્ણ થઇ ગયું છે. આ ક્વાર્ટરમાં આર્જેન્ટિના હાવી રહી. 2-1થી આગળ ચાલી રહી છે. મેચમાં હવે માત્ર 15 મિનિટ બાકી છે. ટીમ ઇન્ડિયાને જીત માટે ચોથા ક્વાર્ટરમાં કોઈ ચમત્કાર કરવો પડશે.

ભારતને મોટો ઝટકો

ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. નેહા ગોયલને 39મી મિનિટે ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું છે. તે આગામી 2 મિનિટ સુધી મેચની બહાર રહેશે અને ભારતના 10 ખેલાડીઓ જ રમશે.

આર્જેન્ટિના આગળ થયું

આર્જેન્ટિનાએ ત્રીજા ક્વાર્ટરમાં સારી શરૂઆત કરી છે. તેણે શરૂઆતમાં જ પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો અને કેપ્ટન મારિયા નોઈએ 36મી મિનિટે પોતાની ટીમને ગોલ અપાવી સરસાઈ મેળવી છે. આર્જેન્ટિનાના કેપ્ટનનો આ બીજો ગોલ છે. આ ગોલ સાથે અર્જેન્ટિનાએ મેચમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

પ્રથમ હાલ્ફ 1-1થી બરાબરી પર ખતમ

મેચનો ફર્સ્ટ હાલ્ફ 1-1ની બરાબરી પર ખતમ થયો હતો. ભારત અને આર્જેન્ટિના બંને 30મિનિટમાં શાનદાર હોકીનું પ્રદર્શન કર્યું હતું. બંને વચ્ચે જોરદાર ટક્કર થઇ. ટીમ ઇન્ડિયાએ જ્યાં પહેલા ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો તો આર્જેન્ટિનાએ બીજા ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમે બીજી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો. મોટી તક હતી. ભારત પાસે લીડ બનાવવાની અને ટીમ ચૂકી નહી. એક વખત ફરીથી ગુરજીત કૌરો મહત્વના મુકાબલામાં કોર્નરમાં ગોલમાં બદલો અને પોતાની ટીમન લીડ આપી દીધી હતી. અઢી મિનિટથી પહેલા જ ભારત 1-0થી આગળ થઈ ગઈ છે.

આક્રમક હોકી રમી રહી છે ટીમ ઇન્ડિયા

ભારતીય સારી રમતનું પ્રદર્શન કરી રહી છે. ગ્રુપ સ્ટેજ મુકાબલા બાદ તદ્દન અલગ જ પ્રદર્શન કરી રહી છે ટીમ. ખેલાડીઓમાં ગજબનો આત્મવિશ્વાસ આવી ગયો છે. ટીમ ઇન્ડિયાને 27મી મિનિટમાં વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યું હતું. ત્યારબાદ, આર્જેન્ટિનાએ વિડીયો રેફરલ લીધું જે તેના પક્ષે આવ્યું હતું. અને ભારતને પેનલ્ટી કોર્નરને રદ્દ કરી દીધું હતું.

ભારતનો શાનદાર ડિફેન્સ

પહેલા ક્વાર્ટરમાં 7 મિનિટ વાર હતી ત્યારે આર્જેન્ટિનાને પહેલો પેનલ્ટી કોર્નર મળ્યું. જોકે, ભારતીય ડિફેન્ડરોએ શાનદાર બચાવ કર્યો અને ત્યારબાદ ગોલ મારવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો. તેની સાથે જ ભારત 1-0ની આગળ રહ્યું હતું.

ગુરજીત કૌર નિષ્ફળ

ટીમ ઇન્ડિયાને 26મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ભારતનો આ બીજો પેનલ્ટી કોર્નર હતો. ગુરજીત કૌરએ આ વખતે પણ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ આર્જેન્ટિનાની ગોલકીપર મારિયા બેલેનએ પોતાની ટીમ માટે ગોલ બચાવી લીધો હતો.

આર્જેન્ટિનાને પહેલો ગોલ

આર્જેન્ટિના મેચમાં પરત ફરતા પોતાનો પહેલો ગોલ માર્યો હતો. આર્જેન્ટિના તરફથી 18મી મિનિટે ગોલ કરવામાં આવ્યો હતો. Noel Barrionuevoએ પેનલ્ટી કોર્નર દ્વારા ગોળ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!