GSTV

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

Last Updated on August 2, 2021 by pratik shah

ટોકિયો ઓલિમ્પિકના (Tokyo Olympics 2020) ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમે સાહસની રમત દાખવી હતી. મેદાન પર એવી રમત રમીકે મહિલા હોકી ટીમે પ્રથમ વખત સૌથી ઉંચું પદ પ્રાપ્ત કર્યું છે. ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકના સેમીફાઈનલમાં પહોંચી છે.

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ઓલિમ્પિકના સેમીફાઈનલમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટીમે પોતાની પ્રથમ ઓલિંમ્પિક ક્વાર્ટ રમી અને પ્રથમ વખત સેમીફાઈલમાં પણ પોતાનો દમ બતાવશે. ડ્રૈગફ્લિકર ગુરજીત કૌર, નવનીત કૌર, વંદના કટારીયા ગોલકિપર સવિતાનું જબરદસ્ત ડિફેન્સ અને કેપ્ટન રાની રામપાલની અગ્રિતામાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ગોલ તો કેટલાક ખેલાડીઓએ કર્યા છે. પણ જ્યારે પણ જરૂરિયાત રહી તો તમામે એક ટીમની રીતે તકને ગોલમાં બદલ્યો અને વિરોધીઓના વારને ધ્વંસ કરી દીધો.

વિરોધીઓના વારને ધ્વંસ કરી દીધો

ઓલિમ્પિકમાં મહિલા હોકીની શરૂઆત 1980માં થઈ હતી, બીજી તરફ ભારત ફક્ત એક સ્થાનથી મેડલ મેળવવાથી ચૂકી ગયું હતું. આ ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમનો સફર ચાર પર સમાપ્ત થયો હતો. ત્યાર પછી તમામ ઓલિમ્પિકમાં આપણે મેડલથી દૂર રહ્યા હતા. પરંતુ ટોક્યોમાં ભારતીય મહિલા ટીમે મેડલની આશા જગાવી દીધી છે.

ડ્રેગફ્લીકર ગુરજીત કૌરના એક ગોલએ ભારતને લીડ અપાવી

ડ્રેગફ્લીકર ગુરજીત કૌરના એક ગોલએ ભારતને લીડ અપાવી હતી. ગોલકીપર સવિતાએ સમગ્ર મેચ દરમિયાન શાનદાર રમત દાખવી હતી અને બાકીના ડિફેન્ડર્સે તેને સારો ટેકો આપ્યો હતો. રાની રામપાલની આગેવાની હેઠળની ટીમની આ જીત પણ એટલા માટે મહત્વપૂર્ણ હતી કે ટીમને પૂલ સ્ટેજમાં સંઘર્ષ કરવો પડ્યો હતો.

સેમિફાઈનલમાં હવે મહિલા ટીમનો સામનો બુધવારે આર્જેન્ટિના સાથે થશે

લાલરેમસિયામી અને વંદના કટારિયા આ ઓલિમ્પિકમાં શાનદાર રમત બતાવી રહ્યા છે. વંદના કટારિયાએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 3 ગોલ ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.રમતના 22માં મિનિટમાંપેનલ્ટી કોર્નર પર ભારતની તરફથી એક માત્ર ગોલ ગુરજીત કૌરે કર્યો હતો. સેમિફાઈનલમાં હવે મહિલા ટીમનો સામનો બુધવારે આર્જેન્ટિના સાથે થશે. જેણે અન્ય ક્વાર્ટર ફાઈનલમાં જર્મનીને 3-0થી હરાવ્યું છે.

ટોક્યો ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને ભારત વિરુદ્ધ મજબૂતમાનવામાં આવી રહ્યું હતું. તેના પાછળનું કારણ એ હતું કે ઓસ્ટ્રેલિયાઈ ટીમ 3 વખત ઓલિમ્પિક ચેમ્પિયન હતી.પરંતુ ભારતીય મહિલાઓએ જ્યારે રમવાનું શરૂ કર્યું તો પછી ઓસ્ટ્રેલિયાઈ ટીમના તમામ દાવાઓને નેસ્તોનાબૂદ કરી દીધા અને ઈતિહાસ રચીને સેમિફાઈનલામાં પોતાની જગ્યા બનાવી લીધી.

READ ALSO

Related posts

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

મોદીની સામે મમતા બેનરજી, દીદીએ કહ્યું- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી

Damini Patel

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!