GSTV

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

ટોક્યો

Last Updated on July 28, 2021 by Bansari

જાપાનના ટોક્યોમાં ચાલી રહેલી ઓલંપિક ગેમ્સ દરમિયાન એક એવી ઘટના ઘટી જેણે સૌકોઇના રૂંવાડા ઉભા કરી દીધા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કોચ મહિલા જૂડો એથલીટને મેચ પહેલા જ લાફો મારતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રિંગમાં મહિલા જૂડો એથલીટના ઉતરતા પહેલા કોચ તેને લાફો ઝીંકી દે છે.

કોચે મહિલા એથલીટને ઝીંકી દીધો થપ્પડ

આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો છે. એક શખ્સ એંડ્ર્યુ ગોર્ડીએ(Andrew Gourdie) આ વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો શેર કરતાં લખ્યું, આ તે કોચિંગ છે જેની મને સોમવારે સવારે 7 વાગ્યાની આસપાસ જરૂર હોય છે.

લોકો રહી ગયા દંગ

જણાવી દઇએ કે મંગળવારે બપોરે તાર્જોસની મેચ હંગેરીની સોજ્ફી ઓજબસ (Szofi Ozbas) સાથે હતી. આ તેનો એલિમિનેશન રાઉન્ડ હતો. જો કે તાર્જોસ આ ફાઇટ હારી ગઇ. પરંતુ તેની પહેલા જ તેના કોચે તેની સાથે જે કર્યુ તે સૌકોઇ માટે ચોંકાવનારુ હતુ.

છતાં મેચ હારી ગઇ તાર્જોસ

જર્મન જૂડો પ્લેયર તાર્જોસ મેચ માટે જઇ રહી હતી, ત્યારે તેના કોચે આવી હરકત કરી નાંખી અને તે પણ લાઇવ ટીવી પર. તાર્જોસની મેચ હંગેરીની સોજ્ફી ઓજબસ સાથે હતી. આ તેનો એલિમિનેશન રાઉન્ડ હતો. જો કે તાર્જોસ આ મેચ હારી ગઇ પરંતુ તેની પહેલા તેના કોચે તેની સાથે જે હરકત કરી તેણે લોકોને હચમચાવી નાંખ્યા.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!