GSTV

Tokyo Olympic / ઓલમ્પિકના બીજા દિવસે ભારતીય મહિલા ખેલાડીઓનો દબદબો, આ રમતવીરોએ પોત-પોતાની રમતમાં મેળવી જીત

Last Updated on July 25, 2021 by Zainul Ansari

જાપાનના ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં રવિવારની રમતમાં બોક્સિંગમાં એમસી મેરીકોમ, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ પોત-પાતાની રમતમાં જીત મેળવી હતી. બેડમિંટન રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ પી.વી. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકના ગ્રુપ સ્ટેજમાં પોતાનો પ્રથમ મુકાબલો સરળતાથી જીત્યો હતો.

સિંધુએ ઇઝરાયલની ખેલાડીને આપી મ્હાત

સિંધુએ ગ્રુપ જે. ના મુકાબલામાં ઇઝરાયલની સેનિયા કેસેનીયા પોલિકાર્પોવાને 21-7, 21-10થી સરળતાથી હરાવી હતી. સિંધુએ મેચ ફક્ત 28 મિનિટમાં સમાપ્ત કરી હતી. આ દરમિયાન તેણે સતત 12 પોઇન્ટ પણ પોતાના નામે કર્યા.

મેરિકોમના મુક્કા સામે ન ટકી શકી 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન

ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમે ટોક્યો ઓલિમ્પિક્સની રિંગમાં જીત સાથે ખાતું ખોલાવ્યું છે. રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં 6 વખતની વર્લ્ડ ચેમ્પિયનડોમિનિકન રિપબ્લિકની મહિલા બોક્સરને ધૂળ ચાટતી કરીને મેચ જીતી લીધી છે. આ સાથે મેરી કોમના પંચે ટોક્યોની રિંગમાં ભારત માટે મેડલની આશા પણ ઉભી કરી દીધી છે. મેરી કોમે મહિલાઓનાં 51 કિલો વજનના વર્ગમાં રાઉન્ડ ઓફ 32નો મુકાબલો 4-1થી જીત્યો છે.

મનિકા બત્રાની શાનદાર વાપસીથી મેડલની આશા જીવંત

ભારતીય સ્ટાર મનિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકની બીજી ગેમમાં પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યુક્રેનની મારગ્રેટ પેસોત્સકાને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 4-3થી માત આપી હતી. આ સાથે મનિક ટોક્યો ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ઈવેન્ટના મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. આ સાથે માનિકા ઓલિમ્પિક મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!