GSTV

Tokyo Olympic / મનિકા બત્રાની શાનદાર વાપસીથી મેડલની આશા જીવંત, યુક્રેનની મારગ્રેટને 4-3થી આપી મ્હાત

Last Updated on July 25, 2021 by Zainul Ansari

ભારતીય સ્ટાર મનિકા બત્રાએ ટોક્યો ઓલિમ્પિકની બીજી ગેમમાં પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યુક્રેનની મારગ્રેટ પેસોત્સકાને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 4-3થી માત આપી હતી. આ સાથે મનિક ટોક્યો ઓલિમ્પિકની ટેબલ ટેનિસ ઈવેન્ટના મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી છે. આ સાથે માનિકા ઓલિમ્પિક મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.

માનિકા ટોક્યો ઓલિમ્પિકમાં સતત આગળ વધી રહી છે. માનિકા બત્રા 29 વર્ષ બાદ ટેબલ ટેનિસની રમતમાં ઓલિમ્પિકમાં સિંગ્લસની મેચ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

સોમવારે થશે મુકાબલો

હવે ત્રીજા તબક્કામાં સોમવારે તે ઓસ્ટ્રેલિયાની સોફિયા પોલકાનોવા સામે રમશે. જ્યારે પણ મનિકા પાછળ રહી ગઈ હતી, દબાણ હોવા છતાં, તેણે લાંબી રેલીઓ રમી અને પોતાના શોટ પર શાનદાર નિયંત્રણ જાળવ્યું. મનિકાને શરૂઆતમાં લય મેળવવામાં તકલીફ હતી અને યુક્રેની ખેલાડીએ પ્રથમ બે રાઉન્ડ સરળતાથી જીતી લીધા. મનિકા પાસે તેના ફોરહેન્ડ અને સ્મેશનો કોઈ જવાબ નહોતો.

Read Also

Related posts

Diwali 2021/ દિવાળી પર કરી લો ધન પ્રાપ્તિ માટે ઉપાય, માતા લક્ષ્મીની કૃપાથી થઇ જશો માલામાલ

Damini Patel

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!