GSTV

ઓલિમ્પિક/ ભલે અનેક નિયમો અને પ્રતિબંધો છતાં આવી છે સુવિધાઓ, કેન્ટિનના મેનુમાં છે 700 વાનગીઓની યાદી

Last Updated on July 14, 2021 by Zainul Ansari

કોવિડ-19ને કારણે ટોક્યો ઓલિમ્પિકમાં ભલે અનેક નિયમો અને પ્રતિબંધો હોય તેમ છતાં ઓલિમ્પિક વિલેજમાં વિશ્વભરના ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જે સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ખેલાડી માટેના રૂમ હોય કે ભોજનનું મેનુ હોય. તમામ વિભાગ માટે ઓલિમ્પિક સમિતિ દ્વારા અફલાતૂન વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વભરના રમતગમત પ્રેમીઓને દર 4 વર્ષે યોજાતા ઓલિમ્પિક જેટલું જ આકર્ષણ ઓલિમ્પિક વિલેજનું પણ રહેતું છે. ત્યારે ટોક્યો ઓલિમ્પિક માટે પણ તૈયાર થયેલા ઓલિમ્પિક વિલેજમાં ખેલાડીઓ તેમજ ઓફિશિયલ્સ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

ઓલિમ્પિક વિલેજમાં ઓલિમ્પિયન્સ માટે કાર્ડબોર્ડમાંથી તૈયાર કરવામાં આવેલા બૅડ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત પાર્ટીશન પણ કાર્ડબોર્ડમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જાપાનમાં સવારે 4-40 વાગ્યે સૂર્યોદય થઈ જતો હોવાથી ગેમ્સ વિલેજના રૂમોમાં ખાસ ડાર્ક પડદા લગાડવામાં આવ્યા છે. ઓલિમ્પિકમાં જે-તે ખેલાડીઓને તેમની સ્પર્ધાના 5 દિવસ પહેલા જ પ્રવેશ આપવામાં આવશે. જ્યારે જે ખેલાડીઓની સ્પર્ધા પુરી થઈ જાય તેમણે 48 કલાકમાં જ ઓલિમ્પિક વિલેજ છોડી દેવું પડશે.

ટેક્નોલોજીમાં અગ્રેસર રહેતા જાપાનમાં યોજાઈ રહેલા ટોકિયો ઓલિમ્પિકમાં ખેલાડીઓ અને ઓફિશિયલ્સના પરિવહન માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાર ઉપયોગમાં લેવામાં આવનાર છે. આયોજકોએ કરેલી જાહેરાત મુજબ ગેમ્સ દરમ્યાન પરિવહન માટે ઉપયોગમાં લેવાતા 90 ટકા વાહનો ઈલેક્ટ્રોનિક્સથી ચાલતા હશે. બેટરીથી ચાલતા વાહનોમાં ખેલાડીઓને સ્પર્ધાના તેમજ તાલીમના સ્થળે લાવવા-લઈ જવામાં આવશે.

ઓલિમ્પિક વિલેજમાં રહેતા ખેલાડીઓ અને ઓફિશિયલ્સ માટે બે માળનું ખાસ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. જેમાં દરરોજ 48 હજાર જેટલી ભોજનની ડિશ તૈયાર કરવામાં આવશે. બે માળના કાફેટેરિયામાં 3 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. અલબત્ત ભોજન માટે એક વ્યક્તિની સીટની આગળના ટેબલની બંને તરફ પ્લેક્સિ ગ્લાસ લગાવવામાં આવ્યા છે કે જેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ ન રહે. આ ઉપરાંત વિશ્વભરના એથ્લીટ્સ માટે વિલેજની કેન્ટીનના મેનુમાં 700 જેટલી વાનગીઓની યાદી આપવામા આવી છે. કેન્ટીનમાં ભારતીય ભોજન પણ ઉપલબ્ધ રહેશે.

Read Also

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!