જાપાનની આ મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા કરાયું સન્માન

કાને તનાકા નામની જાપાની મહિલા વિશ્વની સૌથી ઉંમર લાયક જીવીત વ્યક્તિ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા ૧૧૬ વર્ષની ઉંમર ધરાવતી આ જાપાની મહિલાનું સૌથી વધારે ઉંમર ધરાવનાર જીવીત વ્યક્તિ તરીકેના ખિતાબથી સન્માન કરવામાં આવ્યું હતું. 

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝે શનિવારે એક કાર્યક્રમમાં કાને તનાકા નામની જાપાની મહિલાના નામને વિશ્વની સૌથી વધારે ઉંમર ધરાવનાર જીવીત વ્યક્તિ તરીકેના રેકોર્ડ માટે અધિકૃતરુપમાં માન્યતા આપી હતી. આ કાર્યક્રમનું આયોજન દક્ષિણ પશ્ચિમ જાપાનના ફકુઓકા ખાતે તેઓ જ્યાં રહે છે તે નર્સિંગ હોમમાં કરવામાં આવ્યું હતું. 

ગિનિસ બુક દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં કાને તનાકાનો પરિવાર તથા ત્યાંના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. તનાકાનો જન્મ બીજી જાન્યુઆરી, ૧૯૦૩ના રોજ થયો હતો. તેઓ પોતાના માતા-પિતાના આઠ સંતાનો પૈકી સાતમા નંબરનું બાળક હતા. તનાકાએ ૧૯૨૨માં હિદેઓ તનાકા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેમને ચાર સંતાન છે.

આ ઉપરાંત તેમણે એક બાળકને પણ દત્તક લીધું હતું.  અગાઉ પણ વિશ્વની સૌથી વધારે ઉંમર ધરાવતી જીવીત વ્યક્તિનો રેકોર્ડ જાપાનની ચિયો મિયાકો નામની મહિલાના નામે હતો. જો કે તેમનું ગત વર્ષે ૧૧૭ વર્ષની ઉંમરે નિધન થયું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter