GSTV

સરકારની ખૂલી પોલ : દેશનાં 15 રાજ્યોની સ્કૂલોમાં શૌચાલય અત્યંત ગંદા અને ગંધાતા, 40 ટકા શૌચાલયો નામના

કોમ્પ્ર્ટ્રોલર એન્ડ એકાઉન્ટનટ જનરલ (સીએજી)એ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે દેશનાં પંદર રાજ્યોની સ્કૂલોમાં શૌચાલય અત્યંત ગંદા અને ગંધાતા હોય છે. આ રિપોર્ટના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમે સરકારને આડે હાથે લીધી હતી. સીએજીના રિપોર્ટમાં જણાવાયા મુજબ દર 2,326 શૌચાલયોમાંના 1,812 શૌચાલયોમાં પાણીની વ્યવસ્થા જ નહોતી. આ 1,812 શૌચાલયોમાંના 715 શૌચાલયોની વ્યવસ્થિત સફાઇ થતી નહોતી. 75 ટકા સરકારી સ્કૂલોના ટોયલેટમાં પાણી, સાબુ ઇત્યાદિની કોઇ વ્યવસ્થા નહોતી. એટલે કે 40 ટકા શૌચાલયો ફક્ત નામનાં હતાં. એનો વિદ્યાર્થીઓને કશો ઉપયોગ નહોતો.

સીએજી દ્વારા સરકારી સ્કૂલોના શૌચાલયો વિશે આવોજ રિપોર્ટ આવ્યો હતો

આ રિપોર્ટના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદંબરમે કહ્યું કે અગાઉ પણ સીએજી દ્વારા સરકારી સ્કૂલોના શૌચાલયો વિશે આવોજ રિપોર્ટ આવ્યો હતો. એક તરફ વડા પ્રધાન સ્વચ્છ ભારતની વાતો કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં શૌચાલયો ગંધાતાં હોય છે. તો સ્વચ્છતા કે જાહેર આરોગ્ય જેવું ક્યાં રહ્યું ? તેમણે કહ્યું કે જો ચાલીસ ટકા શૌચાલયો નિષ્ક્રીય હોય તો ખુલ્લામાં શૌચ કરવાનું દેશભરમાં નષ્ટ થઇ ગયું એમ કેવી રીતે કહી શકાય એ સમજાતું નથી. વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે હવે દેશમાં ક્યાંય ખુલ્લામાં શૌચક્રિયા થતી નથી. સીએજીનો રિપોર્ટ એના કરતાં જુદી વાત કરે છે.

2014માં સ્વચ્છ વિદ્યાલયોની ઝુંબેશ પણ શરૂ કરાઇ હતી

કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત ઝુંબેશ શરૂ કરી એના પગલે 2014માં સ્વચ્છ વિદ્યાલયોની ઝુંબેશ પણ શરૂ કરાઇ હતી. કેન્દ્રનું શિક્ષણ ખાતું દરેક સ્કૂલમાં શૌચાલય બનાવડાવી રહ્યું હતું. સીએજીના રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે 30 ટકા શૌચાલય હોવા છતાં વાપરી શકાતાં નથી કારણ કે ત્યાં પાણીની વ્યવસ્થા નથી. આ 30 ટકા સ્કૂલોમાં છોકરીઓની સ્કૂલોના શૌચાલય પણ આવી જાય છે એમ સીએજીએ જણાવ્યું હતું.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!