GSTV
Home » News » આંખના પલકારે આર્ટ ગેલેરીમાંથી ચોરાઇ ગયું સોનાનું ટૉયલેટ, કરોડોમાં છે કિંમત

આંખના પલકારે આર્ટ ગેલેરીમાંથી ચોરાઇ ગયું સોનાનું ટૉયલેટ, કરોડોમાં છે કિંમત

બ્રિટેનના ઑક્સફોર્ડશાયર સ્થિત બ્લેનહેમ પેલેસની આર્ટ ગેલેરીમાં મુકવામાં આવેલા 18 કેરેટ સોના અને 50 લાખ ડોલરથી વધુની કિંમતના ‘અમેરિકા’ નામના કિંમતી ટૉયલેટની ચોરોએ ચોરી કરી લીધી છે.

થેમ્સ વેલી પોલીસે જણાવ્યું કે ઇટલીના કલાકાર મૌરીજિયો કેટલાને પોતાની આર્ટ ગેલેરીમાં આ શૌચાલયને મુક્યુ હતું. લંડનથી પશ્વિમમાં આશરે 90 કિલોમીટર દૂર આવેલા આ પેલેસને બે દિવસ પહેલાં જ ખુલ્લુ મુકવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યા અનુસાર તેમને સવારે ચાર વાગીને 57 મિનિટે ટૉયલેટ ચોરી થવા અંગેની જાણકારી મળી. બ્લેનહેમ પેલેસની ઇમારતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. તપાસ અધિકારીએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે ટૉયલેટની ચોરી માટે ચોરોએ બે ગાડીઓનો ઉપયોગ કર્યો. આ મામલે એક 66 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના નામે મશહૂર ટૉયલેટ

અમેરિકાના નામે જાણીતા આ ટૉયલેટને સૌપ્રથમ ન્યૂયોર્ક સિટીમાં વર્ષ 2016માં ગગેનહાઇમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ. 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઑફર કરવામાં આવી હતી કે તે વ્હાઇટ હાઉસમાં આ ટૉયલેટનો ઉપયોગ કરે. જો કે ટ્રમ્પે આ ઑફર ઠુકરાવી દીધી હતી.

તે બાદ બ્લેનહાઇમ પેલેસમાં આ ટૉયલેટ મુકવામાં આવ્યું. આ મહેલમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ચર્ચિલનો જન્મ થયો હતો.

Read Also

Related posts

દિવાળીમાં આ દિવસે ભૂલથી પણ ગૃહ પ્રવેશ ના કરતાં, નહીંતર જીવનમાં આવશે આટલી મોટી સમસ્યાઓ

Bansari

પ્લેબોય મેગેઝીનનાં કવર શૂટ માટે આ અભિનેત્રીને મળી હતી મોટી ઓફર, એક ડરનાં કારણે કરી રિજેક્ટ

pratik shah

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!