આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા પોતાના રાજકીય પક્ષનું એલાન 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં કરશે. કાર્યમક્રમમાં ભારે ભીડ એકત્ર કરવા માટે AHPના કાર્યકરો સમગ્ર દેશમાં ઠેક-ઠેકાણે બેઠકો યોજી રહ્યા છે. ગુરૂવારે અયોધ્યામાં સીતારામ રામાનંદ ધર્મશાળામાં પૂર્વ યુપીના પ્રમુખ કાર્યકરોની બેઠક મળી. બેઠકમાં પ્રમુખ એએચપીના આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી મહાવીર પ્રસાદે કાર્યક્રમની જાણકારી આપતા કહ્યું કે 9 ફેબ્રુઆરીએ પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાંથી વધુમાં વધુ સંખ્યામાં કાર્યકરો દિલ્હી પહોંચશે. તેની રણનીતિ બનાવવામાં આવી રહી છે. ઉપરાંત તે માટે યુવાનોની ભરતી પણ કરવામાં આવી રહી છે.