GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ટ્રેન આવવાના પહેલાં જ બાળકી પડી રેલવે ટ્રેક પર, CCTVમાં કેદ થયો ખતરનાક VIDEO

ઇટલીના મિલાનમાં રિપબ્લિકા મેટ્રો સ્ટેશનમાં કંઇક એવુ બન્યું કે જેના કારણે હાજર તમામ લોકો હેરાન રહી ગયા. ટ્રેન આવવાના કેટલાક સમય પહેલા જ એક બાળક રેલવે ટ્રેક પર પડી ગયો. એક ન્યૂઝ ચેનલના જણાવ્યા પ્રમાણે  લોરેન્જો પિયાનાજા નામના 18 વર્ષીય સ્ટૂડેન્ટે નીચે કુદીને તેને બચાવ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેવો સ્ટુડેન્ટે જોયુ કે અઢી વર્ષનું બાળક ટ્રેક પર પડી ગયું છે  તો તરત જ તેને બચાવવા માટે નીચે કૂદી પડ્યો.

થોડીક જ સેંકડોમાં ટ્રેન પહોંચી. ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે બાળક માતા પાસેથી નીકળીને પ્લેટફોર્મ પર ભાગતા ટ્રેક નીચે પડી ગયો. જે બાદ માતા ડરી જાય છે. અને ત્યા હાજર બાકી લોકો પણ દોડી આવે છે. પરંતુ બાળકને નીચે પડતા જોઇ લોરન્જો તરત જ નીચે કુદી બાળકને બચાવી લે છે. સાથે જ તેનું રમકડુ પણ બચાવે છે. આ દરમ્યાન સ્ટેશન મેનેજર ક્લોડિયા ફ્લોરા કેસલ્ટિલાનો ઘટનાને જોઇ લે છે. અને જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચે તે પહેલા લાલ બટન દબાવીને ટ્રેનને રોકી દે છે.

એન્જેદા ટ્રાન્સપોર્ટી મિલાનેસી જે મિલાનના પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી લે છે. તેમણે બાળકની ઓળખ કરી છે. બાળકનું નામ મોહમ્મદ છે. ટ્વિટ કરી તેમણે ક્લોડિયા અને લોરેન્જોનો આભાર માન્યો. જે બાદ મિલાનના મેયર ગુએસેપે સાલાએ બન્નેનો આભાર વ્યક્ત કરવા માટે બોલાવ્યા. તેમણે સોશિયલ મીડિયા પર પણ ફોટો શેર કરી છે. આ ઘટના 14 ફેબ્રુઆરીએ બની હતી.

Related posts

Vodafone-Airtelને ઇન્ટરનેટની હાઇ સ્પીડનો દાવો ભારે પડ્યો, આ પ્લાન પર ટ્રાઇએ મૂક્યો પ્રતિબંધ

Bansari

વિશ્વના સૌથી ધનાઢ્ય પદ્મનાભ મંદિરના વિવાદનો અંત: સુપ્રીમે ત્રાણવણકોર રાજપરિવારને જ સોંપ્યો ખજાનો

Bansari

ગુજરાત હાઇકોર્ટના કુલ 17 કર્મચારીઓ પોઝીટિવ, કોર્ટે કેસોના નિકાલ મામલે કર્યો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!