આજનું પંચાંગ
તારીખ | 15 જાન્યુઆરી, 2019, મંગળવાર |
માસ | પોષ સુદ નોમ, વિ.સં. 2075 |
નક્ષત્ર | અશ્વિની |
યોગ | સાધ્ય |
આજની ચંદ્ર રાશિ | મેષ (અ, લ, ઈ) |
દિનવિશેષ
- આજે અશ્વિની દેવગણ નક્ષત્ર છે, જે શુભ કહેવાય છે.
- આજે ધનારક, કમૂર્હુર્તા સમાપ્ત થયા.
- સવારે 7.29થી 13.56 સુધી અમૃતસિદ્ધિયોગ
- રવિયોગનો પ્રારંભ બપોરે 1.56થી થશે.
- મંગળવાર છે માટે ગણેશજીની ઉપાસના કરવી.
- હનુમાનજીના દ્વાદશનામજપ પણ કરવા
રાશિફળ
મેષ (અલઈ) | સેવાકાર્ય, ચેરીટીના કાર્ય સાથે સંકળાવાની તક મળે. વૃદ્ધોની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય. આપને ટૂંકા પ્રવાસની શક્યતા પણ નકારી નથી શકાતી. |
વૃષભ (બવઉ) | આપને નાના ભાઈ-બહેન સાથે મતભેદ થઈ શકે છે. આપના લખાણમાં ભૂલ પડે માટે સાવધાન. અંતરમાં ધર્મભાવના વિશેષ વધે |
મિથુન (કછઘ) | વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળ દિવસ છે. વિદ્યાર્થીઓ અભ્યાસનો ખાસ લાભ લે. અભ્યાસમાં મન વિશેષ લાગે આજે આપના લાગણીના સંબંધો વધુ મજબૂત બને |
કર્ક (ડહ) | વેપારી મિત્રોને વેપારમાં સફળતા મળે. આપ આપનુંકાર્ય વધુ ચોક્સાઈથી કરી શકો. અચાનક પ્રમોશનના યોગ વર્તાય છે |
સિંહ (મટ) | નોકરી બદલવાની શક્યતા છે. આપના અધિકારી આપને બિરદાવે, આપને કાર્યનો જશ મળે તેવી પણ સંભાવના છે. કલ્પનાથી વિશેષ પ્રાપ્ત થાય તેવું બને |
કન્યા (પઠણ) | જમીન—મકાનથી લાભ થઈ શકે છે, આપ એ કાર્યમાં સક્રીય થજો. વારસાઈ મિલકતના યોગ પણ છે. જો કોઈ વારસાકીય કાર્ય અટક્યું હોય તો સફળતા મળી શકે છે. બપોર પછી મિત્રો સાથે સંબંધોમાં અંતરાય આવે |
તુલા (રત) | આપનો જૂની ચીજવસ્તુ ઉપર પ્રેમ વધે. આપને એન્ટીક વસ્તુ ખરીદવાની ઇચ્છા થાય. પણ આપ ઘરમાં રાજનીતિથી ચેતજો. |
વૃશ્ચિક (ન,ય) | આપને અચાનક નોકરી બદલવાનો વિચાર આવે. કાર્યક્ષેત્રે થોડો મનમોટાવ પણ શક્ય છે. આપે સમાધાનકારી વલણ અપનાવવાનું રહેશે. આજે સંયમપૂર્વક વર્તન કરવું, શાંત રહેવું |
ધન (ભ,ધ,ફ,ઢ) | મિત્રો સાથે પરદેશ ફરવા જવાનું થઈ શકે, તે દિશામાં આયોજન સક્રીય બને. આપ થોડા વધુ ગણતરીબાજ બની શકો છો. સામાન્યસૂઝ સમજમાં ગફલત થઈ શકે છે. |
મકર (ખજ) | જીવનસાથી સાથે લાગણીવાળા સંબંધો થાય. આપનું મન વધુ ધાર્મિક થાય. આપને અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. જો આપની ભાગીદારી પેઢી હોય તો સાવધાન રહેવું. |
કુંભ (ગશષસ) | ભાગીદારી પેઢીનો મનમોટાવ વધે. ભાગીદારી પેઢી છૂટી થઈ શકે છે. ભાગીદાર સાથે મતભેદ થઈ શકે છે. જીવનસાથીને અચાનક પરદેશની શક્યતા વધે. |
મીન (દચઝથ) | હિંમત રાખી સ્વબળે આગળ વધો ભાગ્ય સાથ આપશે. અચાનક કાર્યમાં વળાંક આવી શકે છે. કાર્યમાં બદલાવ પણ આવી શકે છે. હિંમત એકઠી કરી આગળ વધો, થોડી ભીરુતા રહે |
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ–મેલ [email protected]