GSTV
Gujarat Government Advertisement

આજે પરિણામ : સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઉત્તેજના, કોણ જીતશે, કોણ હારશે?

election committee on social media

Last Updated on May 23, 2019 by Karan

બસ હવે,  ઈન્તેજારની ઘડી ખત્મ થઈ છે. દેશનાં વડાપ્રધાન કોણ બનશે? શું મોદી ફરી બાજી મારી જશે કે ભાજપને સત્તા સુધી પહોંચવામાં થોડુ અંતર રહી જશે? ૨૭૨નાં મેજિક ફીગર સુધી પહોંચવામાં મહાગઠબંધન ફાવી તો નહીં જાય ને? ગુજરાતમાં શું થશે? ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાજપ આઠેય બેઠકો જાળવી રાખવામાં સફળ થશે કે કોંગ્રેસ ગાબડા પાડશે? લોકોનાં મનમાં ઘૂમરાઈ રહેલા આવા કંઈ કેટલાય સવાલોનાં જવાબો જ્યારે તમે આ વાંચતા હશો ત્યારે મળવા શરૂ થઈ ચૂક્યાં હશે.

એક્ઝિટ પોલ્સ જાહેર થઈ ચૂકયા છે. મોટા ભાગનાં પોલે દેશમાં ફરીવાર એન.ડી.એ.ની સરકાર રચાશે તેવા સંકેતો આપ્યા છે. પણ એક્ઝિટ પોલ સાચા જ પડે તેવું નથી. આથી, લોકોની ઉત્સુકતા પરિણામોને લઈને એટલી જ નહીં બલ્કે ઓર વધી છે. રાજકીય રોમાંચભર્યા માહોલ વચ્ચે ચૂંટણી તંત્રએ મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

કાલે ગુરૂવારે સવારે ૮ વાગ્યાથી સૌરાષ્ટ્ર-કચ્છનાં આઠેય જિલ્લા મથકોએ મતગણતરી કેન્દ્રો ખાતે મતગણત્રી શરૂ થઈ જશે. પ્રથમ પોસ્ટલ બેલેટ ગણાશે. બાદમાં ઈવીએમમાં પડેલા મતોની ગણના થશે. દરેક વિધાનસભા બેઠક દીઠ પાંચ ઈવીએમમાં પડેલા મતોની વિવિપેટમાં નિકળેલી ચિઠ્ઠી સાથે સરખામણી કરવામાં આવશે. જેના માટે મતગણત્રી દરમિયાન જ કેન્દ્રમાં અલાયદી વ્યવસ્થા ગોઠવાઈ છે. મતગણત્રી દરમિયાન તમામ કેન્દ્રો પર ચાંપતો સુરક્ષા પહેરો રહેશે.

સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનાં ૧૬ મળી કુલ ૧૩૦ ઉમેદવારોનું ભાવિ જાહેર થશે. ૯૧ અપક્ષ ઉમેદવારોનું પણ પાણી મપાઈ જશે. મતદારોએ કોને કેટલા મતો આપ્યા છે તેનો ખ્યાલ આવશે.

સૌરાષ્ટ્ર – કચ્છની વાત કરીએ તો લોકસભાની કુલ ૮ બેઠકો પૈકી અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરની બેઠક ઉપર ભારે રસાકસી છે. એક્ઝિટ પોલ મૂજબ પોરબંદર બેઠક માટે પણ બંને પક્ષે ટફ ફાઈટ રહેશે. રાજકોટ, જામનગર, ભાવનગર અને કચ્છની બેઠકો ભાજપ માટે સેઈફ મનાય છે. ૨૦૧૪માં તો પ્રચંડ મોદી લહેર હતી. 

પરંતુ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છમાં ભાજપને વ્યાપક જનાધાર ગુમાવ્યો હતો. ૨૦૧૨ની સરખામણીમાં ૨૦૧૭માં ભાજપે માત્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૩ બેઠકો ગુમાવી હતી. જયારે કોંગ્રેસે ૧૫ બેઠકો વધુ મેળવી હતી. આથી, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામોને લઈને ખાસ્સી ઉત્તેજના છે.

૨૦૧૪માં સૌરાષ્ટ્ર – કચ્છની તમામ એટલે કે, આઠેય બેઠકો ભાજપે કબ્જે કરી હતી. જ્યારે ૨૦૦૯માં  ભાજપને ૪ બેઠકો જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છ મળી હતી. જ્યારે કોંગ્રેસનાં ફાળે પણ ૪ બેઠકો રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર આવી હતી. ૨૦૦૪માં ભાજપને ફાળે પાંચ બેઠકો રાજકોટ, પોરબંદર, ભાવનગર, કચ્છ અને સુરેન્દ્રનગર આવી હતી.

fourth phase of Lok Sabhaજ્યારે કોંગ્રેસનાં ફાળે ૩ બેઠકો જામનગર, અમરેલી અને જૂનાગઢ આવી હતી. ૧૯૯૮માં ભાજપે તમામ આઠ બેઠકો પર જીત મેળવી હતી. ૧૯૯૬ અને ૧૯૯૧ ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસનાં ફાળે માત્ર એક – એક બેઠકો સુરેન્દ્રનગર અને કચ્છ આવી હતી. જ્યારે ૭ બેઠકો ઉપર ભાજપે જીતી હતી.

રાજકીય પંડિતોનો મત મૂજબ, સૌરાષ્ટ્ર – કચ્છમાં આઠેય બેઠકો જીતી ૨૦૧૪નું પુનરાવર્તન કરવું એ ભાજપ માટે સરળ નથી. ગ્રામ્ય વિસ્તારો, ખેડૂતોનાં પ્રશ્નો અસરકર્તા નિવડશે. મત -માર્જિનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્ર – કચ્છની આઠેય બેઠકો ઉપર સરેરાશ ૫૮.૯૪ ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ રાજકોટ બેઠક પર ૬૩.૧૪ ટકા અને સૌથી ઓછું અમરેલી બેઠક પર ૫૫.૭૫ ટકા મતદાન થયું હતું. જે રાજ્યભરમાં પણ સૌથી નીચુ રહ્યું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં મતગણના ચિત્ર

બેઠકઈવીએમકેટલા રાઉન્ડગણતરી-સ્ટાફસુરક્ષા-સ્ટાફ
રાજકોટ૨૦૫૦૧૭ થી ૨૬૮૦૦૫૦૦
જામનગર૧૯૪૬૨૦ થી ૨૫૧૨૫૦૪૬૦
પોરબંદર૧૮૮૦૧૭ થી ૪૧૧૦૭૨૫૦૮
જૂનાગઢ૧૯૧૦૧૭ થી ૨૨૯૫૦૯૧૦
અમરેલી૧૯૦૮૧૭ થી ૨૨૮૦૦૪૦૦
સુરેન્દ્રનગર૨૧૭૮૧૮ થી ૨૮૮૦૦૫૫૦
ભાવનગર૨૦૦૫૧૮ થી ૨૩૧૨૦૦૪૨૫
કચ્છ૨૦૫૦૨૧ થી ૨૭૧૦૧૦૪૦૦
કુલ૧૬૦૨૭   – – – – –૭૮૮૨૩૫૦૮

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!