GSTV
Astrology Life Trending

આજનું રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

રાશિફળ

મેષ (અલઈ) વેપારી મિત્રોને આજે પરદેશથી સારા સમાચાર આવી શકે છે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વેપારીને સારી સુવિધા રહે. ભાષા સાથે સંકળાયેલા તજજ્ઞોને સફળતા મળી શકે છે. બપોર પછી ધનપ્રાપ્તિના યોગ સારી પેઠે રચાયેલા છે.
વૃષભ (બવઉ) જૂની-પુરાણી વસ્તુઓ પ્રતિ આપનો લગાવ વધી શકે છે. મકાનની દલાલીમાં આપને સફળતા મળે. કમિશન અને દલાલીની આવકમાં પણ વૃદ્ધિ થતી જણાય. જો લોન લેવાની હોય તો તેમાં પણ સફળતાના યોગો રચાયા છે.
મિથુન (કછઘ) ઉશ્કેરાટ સાથે આજે કાર્ય કરવાનું ટાળજો. નહીંતર શત્રુ ઊભા કરશો. વડીલો સાથે મતભેદ થઈ શકે છે. આ બધી સમસ્યા વચ્ચે પણ આપને લાભપ્રદ દિવસ રહે. ધનપ્રાપ્તિની તકો પણ આપના માટે રચાય.
કર્ક (ડહ) ખોટો નિર્ણય લેવાઈ જાય તેવી શક્યતા રચાયેલી છે. માટે, વિચાર કરીને, બે વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરી નિર્ણય લેવો. લાભ અવશ્ય પ્રાપ્ત થાય તેવું દર્શાવે છે. એક પ્રકારે લક્ષ્મીયોગ રચાયો છે.
સિંહ (મટ) જો આપ અસ્વસ્થ હોવ તો બિમારી થોડી વધુ વકરે તેવું દર્શાવે છે. માટે, ગાફેલ ન રહેતા. દાઝવાના કે ઈલેક્ટ્રીક શોક ન લાગે તેની આજે તકેદારી રાખજો. દિવસ દરમિયાન શ્રી ગણેશજીનું સ્મરણ અવશ્ય કરજો. વિઘ્નો તમારાથી દૂર રહેશે.
કન્યા (પઠણ) ઘરમાં પરદેશ જવા સંબંધી ગહન ચર્ચા વિચારણા થાય. સંબંધો આપને આજે વિશેષ મદદરૂપ પુરવાર થાય. આપનો પ્રેમ આજે સોળેકળાએ ખીલી જાય. જો કોઈને પ્રેમ કરતા હોવ તો આજે તમે દિલની વાત કહી શકો છો.
તુલા (રત) કાર્ય કરવાનો ઉત્સાહ અનેકઘણો વધી જાય. આજે શત્રુ કે અન્ય મુશ્કેલીઓ તમારી સામે ફાવે નહીં. સાથેસાથે તમને કાર્ય અધવચ્ચેથી છોડી દેવાની પણ ઇચ્છા થાય માટે ધ્યાનથી અને સંયમથી કાર્ય કરવું.
વૃશ્ચિક (ન,ય) આજે મોટો લાભ દેખાય છે. જો જમીન-મકાનના કાર્યો સાથે સંકળાયેલા હશો તો કાર્ય સફળ થઈ શકે છે. તમારી તર્કશક્તિ આજે ઉત્તમ પુરવાર થાય. નોકરીમાં નવી તક મળે અને વેપારમાં આવક થાય. ટૂંકમાં આજે ખુશખુશાલ રહેવાનો દિવસ છે.
ધન (ભ,ધ,ફ,ઢ) માથામાં થોડો દુખાવો થઈ શકે છે. સ્નાયુની પીડાથી આપે સાચવવાનું રહેશે. આજે આરોગ્યની બાબતમાં વિશેષ સાવધાની રાખવી પડશે. એકાઉન્ટક્ષેત્રે સંકળાયેલા જાતકોનો આજે વ્યસ્ત દિવસ વિતે.
મકર (ખજ) વડીલ વ્યક્તિ આજે તમારી વ્હારે આવે. નોકરીના સ્થાનમાં આજે તમારે વડીલોની મદદ પણ કરવી પડે. આજનો દિવસ મહેનત સાથે વિતશે પણ સાથે સાથે તમને સફળતા અપાવી જાય તેવી શક્યતા હું નકારતો નથી.
કુંભ (ગશષસ) તમારી ભાષા તમને મદદરૂપ બનશે. કોમ્યુનિકેશનથી તમે આજે મુશ્કેલીનો અંત લાવી શકશો. પરિવારમાં જમીન-મકાનના સંદર્ભમાં વાતચીત આગળ વધે. પિતા દ્વારા આપને સફળતા મળે.
મીન (દચઝથ) ભાગ્ય મજબૂત બન્યું છે. આજે સફળતા મળી શકે તેવી પૂરી સંભાવના છે. અચાનક ધનલાભ થઈ શકે છે. તમને આજે સંતોષ થાય તેવો દિવસ વિતે.

શાસ્ત્રોક્ત ઉપાય

માથાના વાળ ઊતરતા હોય, ટાલ પડી હોય તે નિવારવા શાસ્ત્રોક્ત ઉપાય

  • કોપરેલમાં સ્હેજ ચમેલીનું તેલ ભેળવી માથામાં નાંખવું.
  • કોપરેલમાં કાળા અડદ ડૂબાડી રાખવા અને તે કોપરેલ માથામાં નાંખવું.
  • લાલ કલરની ટોપી કે હેલ્મેટ ન પહેરવા.
  • હેરડાઈ કરવી હોય તો શનિવારે કરવી.
  • કાળા કલરના શેમ્પુથી માથુ ધોવાનું રાખવું.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV