GSTV

મૈદાન-એ-જંગ / એક વિશેષ સંયોગ સાથે શરુ થઇ આજની IPL ફાઇનલ મેચ, કોણ બનશે આજે વિજેતા…?

Last Updated on October 15, 2021 by GSTV Web Desk

આઇપીએલ હંમેશાથી લોકો માટે મનોરંજનનું માધ્યમ બની રહ્યુ છે ત્યારે આજે આ આઇપીએલ સીઝનની પુર્ણાહુતીનો સમય આવી ચુક્યો છે. આજે એ સમય આવી ગયો છે કે, બે ધુરંધર ટીમ વચ્ચે આઇપીએલની આ સિઝનનો ફાઇનલ જંગ ખેલાશે. આજરોજ સાડા આઠ વાગ્યે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ફાઇનલ મેચ માટે ટકરાશે. આ બંને જ ટીમ અગાઉ પોતાના નામ પર આઇપીએલનો ખિતાબ લગાવી ચુક્યા છે ત્યારે હાલ એ જોવાનું રહ્યું કે, આજે કઈ ટીમ વિજેતા બનશે અને આ વર્ષની આઇપીએલ ટ્રોફી ઘરે લઈને જશે.

આ વખતેની આઇપીએલ ફાઇનલ થોડી સ્પેશિયલ રહેશે કારણકે, ચેન્નાઇ અને કોલકાતે આ બંને ટીમોના કેપ્ટન અને કોચ વચ્ચે આ વર્ષે એક વિશેષ સંયોગ સર્જાયો છે. આ વિશેષ સંયોગ એ છે કે, આ બંને જ ટીમના કેપ્ટન વર્લ્ડકપના વિજેતા રહી ચુક્યા છે અને સાથે જ આ બંને ટીમના કોચ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ રહી ચુક્યા છે એટલે જો જોવા જઈએ તો આ વખતની આઇપીએલ ચેન્નાઇ જીતે કે કોલકાતા તેનો શ્રેય એક વર્લ્ડકપ વિનર કેપ્ટન અને એક કીવી કોચને મળશે.

વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન અને કીવી કોચ :

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે કે, જે વર્ષ 2011મા વિશ્વકપ વિજેતા ટીમ ભારતના કેપ્ટન રહી ચુક્યા છે. ત્યારે ચેન્નાઇની ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગ પણ પોતાના સમયના ન્યુઝીલેન્ડના એક ખુબ જ સારા એવા કેપ્ટન અને બેટ્સમેન રહી ચુક્યા છે. આવુ જ કોલકાતાની ટીમ સાથે છે.

કોલકાતાનું સુકાન પદ ઈયોન મૉર્ગાન સાંભળી રહ્યા છે કે, જે વર્ષ 2019માં વિશ્વકપ વિજેતા ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન રહ્યા હતા. ત્યારે કોલકાતાની ટીમના કોચ બ્રેન્ડન મેકુલમ પણ ન્યુઝીલેન્ડના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રહી ચુક્યા છે. આ બંને ટીમના કેપ્ટાન અને કોચ આ મેચને એક અલગ જ રંગ આપશે. આજની આ મેચ પર સૌ કોઈની નજર ટકેલી રહેશે કારણકે, આજની આ મેચ બે વર્લ્ડ ચેમ્પિયન કપ્તાન અને બે ન્યુઝીલેન્ડના ધુરંધર કોચ વચ્ચેની છે.

બંને ટીમ રહી ચુકી છે આઇપીએલ વિજેતા :

જો તમે બંને ટીમોના આઇપીએલ રેકોર્ડ પર નજર નાખો તો બંને ટીમ આઇપીએલ વિજેતા છે. કોલકાતા નાઇટ રાઇડર્સે વર્ષ 2012 અને 2014માં આઇપીએલ જીતી હતી. વર્ષ 2012માં તો કોલકાતાએ ચેન્નાઈને હરાવીને ખિતાબ જીત્યો હતો. જ્યારે એમએસ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રણ વખત આઇપીએલ જીતી ચુકી છે. ચેન્નાઈ પણ વર્ષ 2010, 2011 અને 2018માં આઇપીએલ વિજેતા બની ચુકી છે. વિશેષ વાત તો એ છે કે, ચેન્નાઈએ બે વર્ષ સુધી આઇપીએલમાં ભાગ લીધો ના હતો, તેથી ફાઈનલમાં પ્રવેશનો તેમનો રેકોર્ડ ઉત્તમ છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!