GSTV

રાજ્યના આ વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, 3.4ની તીવ્રતા સાથે ઝટકો લાગતા લોકોમાં ભયનો માહોલ

ભૂકંપ

Last Updated on September 21, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યના ઉના તાલુકાના નીચી વડલી ગામે 2:32 વાગ્યે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેથી ગામના લોકો ગભરાઇ જતા ઘરની બહાર નીકળી ગયા હતાં. તો બીજી બાજુ જસાધાર રેન્જના ગીર બોર્ડરના નાના-મોટા 15 ગામડાઓમાં પણ 2:30 અને 2:33 વાગ્યે તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જો કે ભૂકંપના આંચકા એટલાં તીવ્ર હતાં કે લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયાં હતાં. 3.4ની તીવ્રતાના 2 આંચકાથી જસાધાર રેન્જના ગીર બોર્ડર ગામડાઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જો કે ઉના અને ગીરગઢડામાં ભૂકંપની નહીવત અસર જોવા મળી છે.

અમરેલી જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં અનુભવાયા 3.2ની તીવ્રતાના આંચકા

વધુમાં તમને જણાવી દઇએ કે, અમરેલી જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. 2:30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જેનું કેન્દ્રબિંદુ ઉના નજીક હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાઓનો અનુભવ થતા જ લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતાં.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!