આજે પુણ્યનું ભાથુ કમાવવા ગાયને ઘાસ ખવડાવવું, પણ આ વસ્તુનું રાખવું ખાસ ધ્યાન

મકરસંક્રાતિ પર્વ પર પતંગ ઉડાડવાની સાથે દાન-પુણ્ય કમાવાનો મહિમા પણ રહેલો છે. પરંતુ આ દિવસે ગાયને ઘાસ અને રાંધેલું અનાજ ખવડાવવાને કારણે ગાયનું સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આથી તમે પણ ગાયને ઘાસચારો અને અનાજ તો ખવડાવો પણ જરૂર પૂરતો.

દાન વડે પુણ્યનું ભાથુ કમાવવાનો પવિત્ર દિવસ એટલે મકરસ્ક્રાંતિ. આ દિવસે પતંગ ઉડાડવાની સાથે-સાથે દાન-પુણ્ય કરવાનો પણ અનેરો મહિમા છે. પુણ્ય મેળવવા અનેક લોકો ગાયને ઘાસચારો તેમજ રાંધેલું અનાજ ખવડાવે છે. પરંતુ મનુષ્યનો પુણ્ય મેળવવાનો આ પ્રયાસ ગાયોના સ્વાસ્થ્ય માટે ક્યારેક હાનિકારક નીવડે છે. મકરસંક્રાંતિએ ગાયને વધુ પડતું ખવડાવવાથી ગાયને આફરો ચઢી શકે છે. અમદાવાદના પશુપાલન વિભાગ પાસે મકરસંક્રાંતિના દિવસે ગાયની સારવાર માટેના સરેરાશ 10 જેટલા કેસ આવતા હોય છે.

સરકાર દ્વારા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરાયા છે. પરંતુ ઘાયલ પક્ષીને સારવાર માટે લઇ જતાં પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘાયલ પક્ષીને લોહી નીકળતું હોય તો ત્યાં કોટન દબાવી દેવું. પક્ષીના શરીરમાં દોરી ફસાઇ હોય તો તેને દૂર કરવા પ્રયાસ ન કરવો. કેમ કે જો યોગ્ય રીતે દોરી કાઢવામાં ન આવે તો પક્ષીની નસ કપાઇ શકે છે. પક્ષીના શરીર પરના ઘા પર પાણી ન રેડવું. સાથે જ પક્ષીને ચણ કે અન્ય વસ્તુ ન ખવડાવવી જોઇએ. ઉત્તરાયણ પર્વ એ મજા માણવાનું પર્વ છે. પરંતુ જો આ પર્વમાં પશુ-પક્ષીઓ પ્રત્યે પણ થોડી કાળજી રાખીએ તો સૌ કોઇ નિર્વિઘ્ને પર્વનો આનંદ માણી શકે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter