GSTV
Home » News » વર્ષો પહેલા જેનો ઝેર તરીકે ઉપયોગ થતો હતો આજે તે જ વસ્તુ સેક્સમાં ઉત્તેજના વધારવા માટે કરવામાં આવે છે

વર્ષો પહેલા જેનો ઝેર તરીકે ઉપયોગ થતો હતો આજે તે જ વસ્તુ સેક્સમાં ઉત્તેજના વધારવા માટે કરવામાં આવે છે

અગાઉના જમાનામાં ગ્રીસ તથા રોમમાં મસાલાનો ઉપયોગ ઝેરના મારણ તરીકે થતો હતો. પછીથી એનો ઉપયોગ કામેચ્છા વધારનારા પદાર્થ તરીકે પણ થવા લાગ્યો. કામોત્તેજક પદાર્થ તરીકે મસાલા એટલા લોકપ્રિય બની ગયા હતા કે રોમમાં પ્રેયસી કે પ્રેમિકા માટે તજ શબ્દ વપરાતો હતો. કામેચ્છા માટે આરબો તથા હિન્દુઓ પાસે પોતપોતાના પરફ્યુમ્ડ ગાર્ડન તથા કામસૂત્ર હતા, અને આ બન્નેમાં કામોત્તેજક પદાર્થો તરીકે જાયફળ, લવિંગ, તજ તથા આદુનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રોમન લોકો આ હેતુ માટે મરી તથા તજને વધુ મહત્ત્વ આપતા, જ્યારે ચીની લોકોને આદુમાં વિશેષ રસ પડયો હતો.
સ્વાદ અને સોડમ માટે મસાલાનો તો સદીઓથી ઉપયોગ થતો રહ્યો છે, પરંતુ લોકોએ એમાંથી કામેચ્છા વધારવાના ગુણ પણ શોધી કાઢ્યા હતા. સદીઓ પહેલાં તૂર્કીનાં રાજા કિંગ મિથ્રિડેટ્સે દરેક પ્રકારના ઝેરનું મારણ બને એવું એક ઔષધ બનાવડાવ્યું હતું. આજે પણ તુર્કીમાં એ ઔષધ સુલતાન પેસ્ટ તરીકે બજારમાં વેચાય છે.

મસાલામાંથી બનતા કામોત્તેજક પદાર્થો સર્વત્ર મળે છે. આજે બજારમાં જે સેક્સી કે ઉત્તેજનાનો અનુભવ કરાવતા પરફ્યુમ્સ કે સેન્ટસ મળે છે એ દરેકનો આધાર મસાલામાં જ હોય છે.
ખરેખર તો મસાલાની અંદર સંદીગ્ધ રીતે વપરાયેલું જે તેલ હોય છે એમાં જાતીય ઉત્તેજના પેદા કરવાની ક્ષમતા હોય છે. તજ અને લવિંગમાં યુજેનોલ નામનો પદાર્થ હોય છે, જે શરીરમાં તાજગી ભરી દે છે અને રોમેન્ટિક મૂડ ઊભો કરે છે.
મિન્ટમાંનો મેન્થોલ ઠંડકનો અનુભવ કરાવે છે અને સ્ત્રી-પુરુષને એકદમ તાજામાજા કરી દે છે. દરેક મસાલામાં આવું કોઈક ને કોઈક તત્ત્વ હોય છે, જે શરીરને ઠંડક આપે છે અને કામેચ્છા માટે તૈયાર કરે છે. મોટા ભાગના મસાલાના સ્વાદ કે સુગંધ જ હળવી કામેચ્છા પેદા કરે એવા આહલાદક હોય છે.

કામોત્તેજક મસાલાની એક યાદી
હીંગ : આમ તો હીંગની ગંધ બહુ સારી નથી હોતી અને ઘણાને એ માફક નથી આવતી, પરંતુ એકદમ હળવા પ્રમાણમાં એની ગંધ જાતીય રીતે ઉત્તેજક હોય છે. કસ્તુરીના તેલમાં પણ આવો જ ગુણ હોય છે.
ઇલાયચી : ભારતીઓ અને આરબોમાં આ ચીજ બહુ લોકપ્રિય છે. ચીનની ગણિકાઓ પોતાના ગ્રાહકોને ખૂશ્બુ માટે ઇલાયચી આપતી. લવિંગ તથા કેટલાક અન્ય મસાલામાં યુજિનોલ નામનું તત્વ હોય છે, જે ખૂશ્બુ પેદા કરે છે એટલું જ નહીં, જાતીય ઉત્તેજના પણ વધારે છે.
આદુ: આદુમાં જીન્જેરોલ્સ, ઝિન્ગીબેરેની તથા બીજા કેટલાક તત્ત્વો હોય છે, જે શરીરમાં કામેચ્છા પેદા કરે છે.
જાયફળ: આમાં માઇરિસ્ટીસિન નામનું તત્ત્વ હોય છે, જે ઘેન લાવનાર તત્ત્વ જેવો ગુણ વધારે છે. ઓછી માત્રામાં લેવાથી કામેચ્છા વધે છે અને જો એ વધુ પ્રમાણમાં લેવાય તો ચિત્તભ્રમ કે ભ્રમોત્પાદન થઈ શકે છે.
મરી: મરીમાં પિપેરીન નામનું તત્ત્વ હોય છે, જે જાતીય કામગીરી વધુ તેજ બનાવે છે એવું સદીઓથી મનાય છે.
કેસર: કેસરમાં પિકોેક્રોસિન નામનું તત્ત્વો હોય છે, જે જાતીય સંવેદનાનો અનુભવ કરાવતું હોવાનું મનાય છે.
વેનિલા: રોમાન્ટિક અનુભૂતિ કરાવતું વેનિલિન તત્ત્વ આમાં ભરપૂર હોય છે.
આ ઉપરાંત, બીજા જે મસાલામાં કામેચ્છા વધારવાના ગુણો હોવાનું મનાય છે એમાં લસણ, મિન્ટ, રોઝમરી, રોજ, થાઈમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ કામોત્તેજક પદાર્થોનો ઉપયોગ રસોઈમાં સદીઓથી થતો આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી આ મસાલાઓનો ઉપયોગ વિવિધ પ્રકારના મસાજમાં થવા લાગ્યો છે. ખાસ તો અરોમા થેરપીમાં આનો ઉપયોગ અસરકારક રીતે થવા લાગ્યો છે.

Read Also

Related posts

બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

Bansari

આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, ફક્ત આટલું કામ કરવાથી થશે પ્રસન્ન

Arohi

લાલ ટામેટા ખાવાના છે આટલા ફાયદા, અનેક બિમારીઓમાં છે લાભકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!