GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવ્યો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ, લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ આજે પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે જમ્મુ વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જમ્મુ લોકો તિરંગો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચાલુ વાહનો પર તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી.

રાજ્યપાલ સત્યપાલ મલિકે તિરંગાને આપી સલામી

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર ખીણમાં 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શ્રીનગરના શેર એ કાશ્મીર સ્ટેડિયમમાં તિરંગાને સલામી આપી અને જમ્મુ કાશ્મીરની જનતાને તેમણે સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી.

તિરંગાને સલામી આપ્યા બાદ સત્યપાલ મલિકે જણાવ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરની જનતાની ઓળખ મટવાની નથી. કેમ કે, ભારતનું બંધારણ જમ્મુ કાશ્મીરની જનતાના અધિકારનું રક્ષણ કરશે. સઘન સુરક્ષાના કારણે કાશ્મીર ખીણમાં આતંકવાગીઓએ હાર માની છે.

પથ્થરબાજ અને આતંકવાદી સંગઠનમાં થતી ભરતી બંધ થઈ છે. સરકાર કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોને સુરક્ષિત રીતે લાવવા માટે પ્રતિબદ્ધ છે. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ પહેલા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે.

Read Also

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!