GSTV
Home » News » બોર્ડની બલિહારી : આજે ધોરણ 10ના ગુજરાતીના પેપર સાથે જવાબ પણ આપી દીધા

બોર્ડની બલિહારી : આજે ધોરણ 10ના ગુજરાતીના પેપર સાથે જવાબ પણ આપી દીધા

ધો.10નું આજે ગુજરાતીનું પેપર હતું. જેમાં 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં બોર્ડની એવી બલિહારી થઇ કે વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નની સાથે તેનો જવાબ પણ આપી દેવાયો હતો. 4 માર્ક માટે પૂછાયેલા પ્રશ્નમાં એક વાર્તાના મુદ્દા અપાયેલા હતા. જેમાં વાર્તા બનાવાની સાથે તેમાંથી મળતો બોધ અને તેનું શિર્ષક આપવાનું હતું.

પરંતુ બોર્ડના પેપર સેટરે કદાચ આ પ્રશ્ન પૂછતા પહેલા ધ્યાન ન આપ્યુ હોય તેવી રીતે પ્રશ્નની નીચે જ પૂછાયેલા પ્રશ્નનો જવાબ એટલે કે બોધ અને શિર્ષક આપી દીધુ હતું. જેથી વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં બહુ મહેનત નહોતી કરવી પડી. અને વિદ્યાર્થીઓએ મુદ્દા જોડીને તૈયાર બોધપાઠ અને શિર્ષક છાપી નાખ્યો હતો. અને 4 માર્ક રોકડા કરી લીધા હતા.

ધો.10માં પૂછાયેલા આ પ્રકારના પ્રશ્નને લઇને જાણે વિદ્યાર્થીઓને બોનસ માર્ક મળ્યા હોય તેવી ખુશી વિદ્યાર્થીઓમાં જોવા મળી હતી. હવે બોર્ડની આ ભૂલ એવી છેકે તેમાં કશું થઇ શકે તેમ નથી. ત્યારે હવે જોવાનું રહેશે કે આ રીતે જવાબ આપીને પેપર સેટ કરનાર સામે બોર્ડ શું પગલા લે છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

આ…શું! ચોથા ક્રમે બેટિંગ માટે એકસાથે ઉભા થઇ ગયાં ઋષભ પંત અને શ્રેયસ ઐય્યર!

Bansari

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!