GSTV

આજે શપથવિધિ ન યોજાવાનું આ છે મોટું કારણ : આ નેતાઓની નારાજગીથી ભાજપ ફફડી ગયું, દિલ્હીથી થયા આદેશો

Last Updated on September 15, 2021 by Zainul Ansari

શનિવારના રોજ વિજય રૂપાણીએ એકાએક મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધું હતુ ત્યારે આખી ગુજરાતની જનતા થોડા સમય માટે શોકમાં ચાલી ગઈ હતી કે આ નિર્ણય ક્યા કારણોસર લેવાયો અને એવા તો શું મુદ્દા હતા કે, તેમણે એકાએક રાજીનામુ આપવુ પડ્યુ? હજુ તો ગુજરાતની જનતા આ ઘટના તેના કોઈ તારણ પર આવે ત્યા જ રવિવારના રોજ મુખ્યમંત્રી તરીકે એક એવા નવા ચહેરાને સામે લાવવામાં આવ્યો કે, જેના વિશે કોઈએ કલ્પના પણ કરી ન હોતી.

ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીનું પદ અને જવાબદારી સોંપતા લોકો અને ઘણા રાજકારણી પક્ષના લોકો ઊંડી વિચારધારામા ચાલ્યા ગયા. શનિવાર અને રવિવારના બનેલી આ બંને બાબતોને લઈને લોકો અને રાજકીય શાસન ગૂંચવાળે ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ નિર્ણય અંગે અનેક પ્રકારની વાટાઘાટો ચાલી અને આ નિર્ણયને લોકોએ અનેક પ્રકારના દ્રષ્ટિકોણથી જોઈને સરકાર તરફ નારાજગી પણ દર્શાવી હોય તેવુ જોવા મળ્યું.

મુખ્યમંત્રી

ત્યારે આજે ફરી એક નવો મુદ્દો સામે આવ્યો છે. હાલ ભુપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ મંત્રીમંડળના શપથવિધિ અંગે ચર્ચાઓ થઇ રહી હતી. આ પ્રધાનમંડળની આજે શપથવિધિ યોજાવાની હતી પરંતુ, અમુક કારણોસર યોજાઈ નથી ત્યારે હાલ આ શપથવિધિ ના યોજાવા માટેના અમુક કારણ સામે આવ્યા છે.

હાલ ભાજપના જ દિગ્ગજ નેતાઓ મંત્રીમંડળ માટે અજમાવવામાં આવેલી આ “નો રિપિટ” થિયરીથી નારાજ થયા છે તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓએ પણ આ બાબતે વિરોધ ઉઠાવ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રધાનોએ પોતાનો પક્ષ મુક્ત જણાવ્યું છે કે, તે પોતાનું બધું જ છોડીને ભાજપ પક્ષને સમર્પિત થયા છે તો પછી તેમની સાથે આવો અન્યાય કેમ ?

બાવળિયા

કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષાંતર કરનાર હાલ મોટાભાગના ધારાસભ્યો સરકારમાં મંત્રી છે. કુંવરજી બાવાળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના તમામ ધારાસભ્યો આજે મંત્રી છે ત્યારે જો નો રિપીટ થિયરી અમલમાં લાવવામાં આવે તો આ તમામ મંત્રીઓ ઘર ભેગા થઈ જશે.

Read Also

Related posts

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

ડ્રેગનને ભીંસમાં લેશે ચાર દેશોનું ગઠબંધન, ચીન સામે એકજૂટ થશે ભારત, ઇઝરાયલ, યુએઇ અને અમેરીકા!

pratik shah

મોટા સમાચાર / CBSEએ 10મા અને 12મા માટે જારી કરી Minor Datesheet, જાણો શું છે માઇનર અને મેજર ડેટશીટમાં અંતર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!