GSTV
Home » News » સલમાનખાનની સજા માફ થશે કે નહીં આજે રાજસ્થાન કોર્ટમાં થશે ફેંસલો, કોર્ટમાં 3 અપીલ

સલમાનખાનની સજા માફ થશે કે નહીં આજે રાજસ્થાન કોર્ટમાં થશે ફેંસલો, કોર્ટમાં 3 અપીલ

salman

બહુ જ ચર્ચામાં રહેલા કાળિયાર શિકાર કેસમાં સીજેએમ ગ્રામ્ય કોર્ટના આદેશની વિરુધ્ધ  સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી આજે થશે. બીજી તરફ  બિશ્નોઈ સમાજ તરફથી સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેની વિરુધ્ધ અરજી  કરવામાં આવી હતી, તેની ઉપર પણ આજે સુનાવણી થઈ શકે છે. આ પહેલા આ કેસની સુનાવણી 20 ફેબ્રુઆરીના  થવાની હતી, જોકે, કેસની સુનાવણી 3 એપ્રિલ સુધી  ટાળી દેવામાં આવી હતી.

Salman Khan in politics

સલમાનને 5 વર્ષની સજા આપવામાં આવી છે

. સલમાન ખાનની વિરુધ્ધ  ગેરકાયદે હથિયાર બાબતમાં સરકારની અપીલ ઉપર પણ બુધવારે જ સુનાવણી થશે. પહેલી અપીલ સલમાન ખાન તરફથી હતી, જેમાં સલમાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી. સજા વિરુધ્ધ  સલમાને જિલ્લા સત્ર કોર્ટમાં અપીલ કરી છે. બીજી અપીલ બિશ્નોઈ સમાજ તરફથી કરવામાં આવી હતી જેમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી બેન્દ્રેને કાળિયાર શિકાર મામલામાં મુક્ત કરવા વિરુદ્ધ રજૂ કરવામાં આવી હતી. તો ત્રીજી અપીલ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી, જેમાં સલમાન ખાનને ગેરકાયદે હથિયાર મામલામાં મુક્ત કરવાની વિરુધ્ધ અપીલ હતી.

કાંકાણી ગામમાં કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો

આજે  ત્રણેય અપીલ પર સુનાવણી થવાની સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે  20 વર્ષ પહેલા 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને સહ કલાકારો પર કાંકાણી ગામમાં કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો, જેમાં સલમાનને દોષી માનતા સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

Related posts

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, રેકોર્ડતોડ છગ્ગા ફટકારીને આફ્રિદી-ગેલની કરી બરાબરી

pratik shah

કોંગ્રેસના કદાવર નેતાએ ફરી પાર્ટીલાઇનનો કર્યો ભંગ, હવે કોંગ્રેસમાં વધી નારાજગી

Nilesh Jethva

અમિત શાહ કેમ આ બિલ માટે છે ચિંતામુક્ત, રાજ્યસભામાં એનડીએ પાસે છે આ નંબરગેમ

Karan
Do NOT follow this link or you will be banned from the site!