GSTV
Astrology Life Trending

આજનું ભવિષ્ય: આ રાશિના જાતકોને કાર્યમાં પડી શકે છે વિલંબ, બહાર જતા પહેલા સાવધાની રાખવાની જરૂર

મેષ : આપને દિવસ દરમ્યાન માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય પરંતુ ધીમે-ધીમે આપના કાર્યમાં પ્રગતિ જણાતા રાહત થતી જાય.

વૃષભ : ચિંતા-પરિતાપમાં દિવસ પસાર થાય. નાંણાકીય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

મિથુન : આપના કાર્યમાં ધીમે-ધીમે સરળતા-સાનુકુળતાનો અનુભવ થાય. સંતાનના પ્રશ્નમાં આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કર્ક : દિવસ દરમ્યાન નોકરી-ધંધાના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. પિતૃપક્ષે કોઈ કામ આવી જાય. ખર્ચ જણાય.

સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ ધીમે-ધીમે રાહત થતી જાય. આપના કામકાજ અંગે યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

કન્યા : આપના કાર્યમાં રૂકાવટ-મુશ્કેલી રહે. વધુ પડતી દોડધામ, કામના તણાવ-શ્રમ-થાકના લીધે તબિયતની અસ્વસ્થા જણાય.

રાશિ

તુલા : આપના કાર્યમાં અન્યનો સાથ સહકાર મળી રહે. સંસ્થાકીય કામ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથેની મુલાકાતથી આનંદ થાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જવાથી કાર્યભારમાં વધારો જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદી આવી જાય.

ધન : ધીમે-ધીમે આપને કામમાં સાનુકુળતા થતી જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો થાય. સંતાનની ચિંતા રહે.

મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વ્યગ્રતા-બેચેની રહ્યા કરે.

કુંભ : આપના કામમાં સાનુકુળતા જણાય. દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. અડોશ-પડોશનું કામ રહે.

મીન : આપના કામની સાથે પારિવારીક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

READ ALSO

Related posts

RRR ફિલ્મ / બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સિક્વલ બનાવશે રાજામૌલી, હોલિવુડમાં પણ મેદાન માર્યુ

Hardik Hingu

નકવી માટે હજુ આશા, સિંહનું ભાવિ ડામાડોળ : મોદી મંત્રીમંડળમાં ફેરફાર થશે

Hardik Hingu

IND vs WI : ફ્લોપ થઈને થાકી, વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવા નથી માંગતો વિરાટ કોહલી!

GSTV Web Desk
GSTV