GSTV
Home » News » આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં, નર્મદાના નવા નીરના કરશે વધામણા

સરદાર સરોવર નર્મદા ડેમે ઐતિહાસિક 138 મીટરની જળસપાટી વટાવી છે. ગુજરાત માટે આ ઐતિહાસિક અવસર છે. જેની રાજ્ય સરકારે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. અને તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે જન્મદિવસની ભેટ આપશે. સમગ્ર નર્મદા ડેમને દુલ્હન જેમ શણગારાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની ડેમની મુલાકાત લઈને નવા નીરના વધામણા કરશે. તેઓ સવારે 8 વાગ્યે કેવડિયા પહોંચશે. જ્યાં 9.30 વાગ્યા સુધી કેવડિયામાં નવા પ્રોજેક્ટની કામગીરીનું નિરિક્ષણ કરશે. 9.30 થી 10 વાગ્યા સુધી તેઓ ગરૂડેશ્વર દત્ત મંદિરમાં પૂજા કરશે.

બાદમાં તેઓ ચિલ્ડ્રન પાર્ક, ન્યુટ્રિશિયન પાર્કની મુલાકાત લેશે. અને ત્યાર બાદ તેઓ નર્મદા ડેમના વ્યૂ પોઈન્ટ-1માં જાહેરસભાને સંબોધશે. ત્યાંથી તેઓ બપોરે 1.15 વાગ્યે ગાંધીનગર પરત ફરશે. અને 2.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસી જવા રવાના થશે.. જ્યાં તેઓ સાંજે ગંગા પૂજા કરીને ગંગા મૈયાના આશીર્વાદ લેશે.

READ ALSO

Related posts

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!