GSTV

આજથી બે દિવસ પીએમ મોદી ગુજરાતમાં ગજવશે સભાઓ, આ છે કાર્યક્રમ

pm modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી સભા ગજવશે. આજે પીએમ મોદી સુરેન્દ્રનગર, આણંદ અને હિંમતનગર ખાતે સભા કરશે. તો આવતીકાલે અમરેલીમાં સભા કરશે. તેઓ 18 તારીખે દિલ્હી પરત ફરશે અને ૨૧ તારીખે ફરીથી એક દિવસ માટે ગુજરાત આવશે. 21મીએ પાટણ બેઠકને લઈને સભા કરવાનું આયોજન કરાયું છે.

આમ તો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે રાજ્યની તમામ ૨૬ બેઠક વધુ એક વખત જીતી જશે પરંતુ આ વખતે કેટલીક બેઠકો જીતવી ભાજપ માટે મોટો પકડાર છે. સુરેન્દ્રનગર, આણંદ, સાબરકાંઠા અને અમરેલી બેઠક એવી છે જેમાં ભાજપને સીધી રીતે જ નુકશાન હોવાનું સામે આવી રહ્યું છે અને તેથી જ આ વિસ્તારમાં પીએમ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

pm modi

પરંતુ હારના સમીકરણો નજરે પડતા ભાજપ કોઈ જોખમ લેવા માંગતું નથી અને એટલે જ ભાજપે આ તમામ સીટ પર મતદારો સાથે પીએમ મોદી સીધો જ સંવાદ કરે તો ભાજપને ફાયદો થાય તેવા પ્રયાસો કરાયા છે.

Read Also

Related posts

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

તાપીમાં પૌત્રીની સગાઇમાં ઉમટેલી ભીડ મામલે કાંતિ ગામિત સહિત 4 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર

Nilesh Jethva

છેલ્લા એક વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યા છે સ્માર્ટ સીટી અમદાવાદમાં આવેલ દરિયાપુરના લોકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!