GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી ખતમ, મોંઘવારી શરૂ / આ રાજ્યોમાં પેટ્રોલ 101 રૂપિયા પાર, આ વર્ષે તેલના ભાવમાં 27 વખત થયો વધારો

પેટ્રોલ

Last Updated on May 4, 2021 by Bansari

5 રાજ્યોમાં ચૂંટણી પરિણામ આવતા જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે. પેટ્રોલના ભાવમાં મંગળવારે 15 પૈસા અને ડીઝલમા 18 પૈસા પ્રતિ લિટર વધારો ઝિંકાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 90.55 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. આજે 18 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પેટ્રોલ 101 રૂપિયા પ્રતિ લિટર પાર જતો રહ્યો છે.

આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ જાન્યુઆરીમાં 10 વખત ફેબ્રુઆરીમાં 16 વખત વધ્યા, જ્યારે મે મહિનામાં આજે પ્રથમ વખત ભાવ વધ્યા. માર્ચ મહિનામાં 3 વખત અને એપ્રિલ મહિનામાં 1 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લી વખત 27 ફેબ્રુઆરીના રોજ વધારો થયો હતો.

દરરોજ ભાવમાં થાય છે ફેરફાર

ઉલ્લેખનીય છે કે દૈનિક સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 કલાકથી જ નવા ભાવ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુને એડ કર્યા પછી ભાવ બે ગણાં થઇ જાય છે.

PETROL diesel

આવી રીતે ચેક કરો પેટ્રોલ ડીઝલના ભાવ

દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL અને IOC સવારે 6 કલાક પછી પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. નવા ભાવ માટે તમે વેબસાઇટ પર જઇ જાણકારી મેળવી શકો છો. અથવા SMS દ્વારા પણ ભાવ ચેક કરી શકો છો. 92249 92249 નંબર પર SMS મોકલી પેટ્રોલ-ડીઝલના ભાવ જાણી શકો છો. તમે RSP <સ્પેસ> પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખી 92249 92249 પર મોકલવો પડશે. જો તમે દિલ્હીમાં છો અને મેસેજ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ચેક કરવા માંગો છો તો તમારે RSP 102072 લખી 92249 92249 પર મોકલવાનો રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!