ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે CMની મોટી બેઠક યોજશે. આજે સાંજે 6 કલાકે રાજભવન ખાતે મહત્વની બેઠક યોજશે.

2022ની ચૂંટણી પહેલાં ફરી એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ
2022ની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ ફરી એક મંચ પર જોવા મળશે. લેઉવા-કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળશે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. ખોડલધામ અને ઉંઝા ઉમિયા ધામના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે CM મહત્વની બેઠક કરશે.

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા કરાશે ચર્ચા
અત્યાર સુધીમાં પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાને લઇને જરૂરી વાતચીત થશે. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા CMને રજૂઆત કરવામાં આવશે.

CM સાથે બેઠકમાં હાજર રહેનારા આગેવાનો
- નરેશ પટેલ, ખોડલધામ
- મણીભાઈ મમ્મી, ઊંઝા ઉમિયાધામ
- બાબુ જમનાદાસ પટેલ
- જયરામ પટેલ, સિદસર મંદિર
- દિલીપ નેતા, ઉંઝા મંદિર
- વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
- રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
- દિનેશ કુંભાણી, ખોડલધામ
READ ALSO :
- પહેલવાનોના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા CM મમતા બેનર્જી, યુથ કોંગ્રેસે સચિન તેંદુલકરના ઘરની બહાર લગાવ્યા પોસ્ટર
- શરીર પરના તલને આધારે ભવિષ્યકથન, ગોળ દેખાતા તલ શુભ અને ભાગ્યવૃદ્ધિ કરનારા મનાય
- જો તમારો જન્મ ડિસેમ્બરમાં થયો હોય તો જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય
- લેખક-ફોટોગ્રાફર વિવેક દેસાઈને નિબંધસંગ્રહ ‘બનારસ ડાયરી’ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક જાહેર
- કઈ રાશિના લોકોએ હાથ-પગમાં કાળો દોરો ન બાંધવો જોઈએ