GSTV

BIG NEWS / ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવા મામલે રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાત, મહત્વની બેઠક શરૂ

Last Updated on August 17, 2021 by Dhruv Brahmbhatt

મુખ્યમંત્રીના નિવાસસ્થાને શિક્ષણ વિભાગની મહત્વની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિક્ષણપ્રધાન હાજર છે. જેમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરીને ઓફલાઇન શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેથી આ મામલે રાજ્ય સરકાર ચર્ચા કરીને કોર કમિટીમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે. સરકાર આગામી કલાકોમાં શાળા શરૂ કરવા મુદ્દે મોટી જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના હવે કાબુમાં આવી રહ્યો છે ત્યારે સરકાર હવે પ્રાથમિક વિભાગમાં ધો. ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવા સરકાર આગળ વધી રહી છે. ચાલુ સપ્તાહમાં રાજ્ય સરકાર આ અંગે કોઈ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. દરમિયાન જન્માષ્ટમીનાં તહેવારો બાદ સપ્ટેમ્બરનાં આરંભથી પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ વર્ગો શરૂ થવાનાં સંકેતો શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ આપ્યા છે.

સ્કૂલ

અગાઉ એવી જાહેરાત કરી હતી કે, ૧પ ઓગસ્ટ બાદ ધો. ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાશે

રાજયનાં શિક્ષણ મંત્રીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે  તા. ૧પ ઓગસ્ટ બાદ ધો. ૬ થી ૮ નાં વર્ગો શરૂ કરવા અંગે કોર કમિટિની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પુરી થઈ ગઈ છે અને કોરોના પર અંકુશમાં છે ત્યારે સરકાર બુધવારે પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. મહોરમ, રક્ષાબંધન અને જન્માષ્ટમીનાં તહેવારો આ મહિનામાં આવી રહયા હોવાથી સપ્ટેમ્બરથી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા સરકાર નિર્ણય લે તેવી શકયતા શિક્ષણ વિભાગનાં સૂત્રોએ વ્યકત કરી છે.

400

માર્ચ ર૦ર૦થી કોરોનાએ  ગુજરાતમાં દસ્તક દીધી ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ

રાજય પ્રાથમિક શિક્ષક સંઘે પણ હવે કોરોનાને લઈને સ્થિતિ સુધરી રહી છે ત્યારે વિધાર્થીઓને રોટેશન મુજબ બોલાવીને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા સરકારને અનુરોધ કર્યો છે. કોવિડ ગાઈડ લાઈનને પાળીને હવે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દેવી જોઈએ. માર્ચ ર૦ર૦થી કોરોનાએ ગુજરાતમાં દસ્તક દીધી ત્યારથી પ્રાથમિક શાળાઓ બંધ છે. વાલીઓ અને શાળા સંચાલકો પણ એવું માની રહ્યાં છે. ઓન લાઈન શિક્ષણથી નાના બાળકો હવે કંટાળી ગયા છે કોરોના પ્રોટોકોલ સાથે શાળાઓ શરૂ કરવી જોઈએ.

READ ALSO

Related posts

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

Zainul Ansari

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિસ્ફોટક દાવો કે સિદ્ધુ જોડાવાના હતા આપમાં, હવે તે નહીં જોડાય કારણ કે…

pratik shah

આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી યોજાશે ભાજપની OBC મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક, જાણો ક્યાં?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!