GSTV

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

Last Updated on March 21, 2018 by

ગાંધીનગર

 • ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીવાના પાણીની અછત મુદ્દે ચર્ચા થઈ હતી. પીવાના પાણીને જ પ્રાથમિકતા આપવા સ્થાનિક તંત્રને તાકીદ કરવામાં આવી છે. સાથે જ પીવાના પાણીની ચોરી અટકાવવા તકેદારીના પગલા લેવા સૂચન કરાયું છે. તો ટેન્કર મુદ્દે હવે સ્થાનિક સ્થળે જ નિર્ણય લેવાશે.
 • ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણી હાથ ધરાશે.. હવે ચોથી એપ્રિલે ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. પરંતુ મામલાની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટમાં એક મહિનો વહેલા સુનાવણી હાથ ધરવામાં આવશે

અમદાવાદ

 • ધોળકામાં એસટી બસે ૧પ વર્ષના કિશોરને હડફેટે લીધો છે. ધોળકા –  ખેડબ્રહ્મા લોકલ બસના ચાલકે કિશોરને હડફેટે લઈ ઘાયલ કર્યો હતો. અને બાદમાં બસ મુકી ફરાર થઈ ગયો હતો. જે બાદ ઘાયલ કિશોરને ગંભીર ઇજા થતા પહેલા ધોળકાની સરકારી હોસ્પિલમાં સારવાર આપ્યા બાદ સીટી સ્કેન માટે અમદાવાદ ખસેડાયો છે.
 • અમદાવાદના નારોલમાં ડમ્પીંગ સ્ટેશન સામે આવેલા ભંગારના ગોડાઉન પાસે ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી હતી. ડમ્પીંગ સ્ટેશન સામે આવેલા ભંગારના ગોડાઉન પાસે ટ્રક ઉભી હતી. જેમાં અચાનક આગ લાગતા તે ભડકે બળવા લાગી હતી. જોકે ડ્રાઈવર અને ક્લિનરે આગ પર કાબૂ મેળવવા દોડધામ કરી હતી.

ગિર સોમનાથ

 • વેરાવળ તાલુકાના તાંતીવેલા ગામે વાડી વિસ્તારમાંથી ખુખાર દીપડો પાંજરે પુરાયો છે. 5 થી 6 વર્ષનો નર દિપડો વહેલી સવારે પાંજરામાં કેદ થયો છે. વેરાવળ તાલુકામાં એક જ મહિનામાં 4 દીપડા પાંજરે પુરાયા છે.

દેવભૂમિ દ્વારકા

 • જામનગર દ્વારકા હાઇવે પર હિટ એન્ડ રન અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. પુરપાટ દોડતા ટ્રકે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતુ. તો એકને ઇજા થઈ હતી. ઇજગ્રસ્તને સારવાર માટે જામનગર ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
 • દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતો સરકારની બેધારી નીતિ સામે 72 કલાકના ઉપવાસ પર ઉતર્યા છે.  ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ખેડૂતો ભીખ માંગવા નીકળ્યા હતા.શહેરના વેપારીઓ અને રાહદારીઓ પાસે ભીખ માંગી વિરોધ કર્યો હતો.. ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ગોધરા 

 •  વડોદરામાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ગોધરાના વકીલો હડતાળ પર ઉતર્યા હતા. વકીલોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોની હડતાળના પગલે ગોધરાની કોર્ટની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

મહેસાણા 

 • શક્તિપીઠ બહુચરાજીમાં આગામી 28 થી 31 માર્ચે સુધી ચૈત્રી ઉત્સવ યોજાશે.ત્યારે યાત્રિકોની સુવિધા બાબતે મહેસાણા જિલ્લા કલેક્ટર અને SP ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી.જેમાં ભાતીગળ મેળાને લગતા તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં સ્વચ્છતા તેમજ ટ્રાફિક નિયમનની ચર્ચા પણ કરાઈ હતી.ચૈત્રી ઉત્સવમાં 15થી 20 લાખથી વધુ યાત્રીકો ઉમટવાની શકયતા છે.

જુનાગઢ 

 • ઉનાળાનાં દિવસો શરૂ થતાં જ જૂનાગઢ મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં તરણ કરવા આવતાં લોકોની સંખ્યામા વધારો થયો છે. છતા તંત્રના ઉદાસીન વલણને કારણે તરણવીરો સુવિધાથી  વંચિત રહે છે. સ્વિમિંગ પુલમાં ફિલ્ટર પ્લાન્ટ પૂરો કાર્યરત નથી. તો  સલામતી માટે કોઈ સિકયુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
 • જુનાગઢના માંગરોળ તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી કરાયેલી મગફળીનું પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી. જેથી ચિંતામાં મુકાયા છે. સરકાર દ્રારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે..દરિયાકાંઠો હોવાથી ખારા પાણીની ખારાશ અટકાવવા સ્પેન્ડીંગ કેનાલનું કામ 22 વર્ષથી પૂર્ણ કરવામાં અઆવ્યું નથી.  જી.વી.સી.એલ દ્વારા મોટર કનેકશન ન આપતા ખેતરો ખાલીખમ સુખા જોવા મળી રહ્યાં છે

રાજકોટ 

 • રાજકોટની સબ રજીસ્ટર કચેરીમાં કનેક્ટિવિટીની સમસ્યાથી અરજદારો પરેશાન થયા છે.વારંવાર સર્વર ડાઉન થવાને પગલે વકીલો અને અરજદારોને કચેરીમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે. જેને પગલે લોકોનો કિંમતી સમય બગડી રહ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.સાથો સાથ કચેરીમાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે.
 • રાજકોટના ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા સોનાપુરી સ્મશાન ગૃહમાં 51 યુવાનોએસ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ.અંતિમ સંસ્કારના સમયે લોકો પરેશાન થતા હોય સ્વચ્છતા કરવામાં આવી હતી.
 • રાજકોટના કાળીપાટ ગામ પાસે ટ્રીપલ અકસ્માતમાં બેના મોત થયા હતા.બઅકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

બનાસકાંઠા 

 • બનાસકાંઠાના દાંતીવાડાની ડાંગીયા મડાણા ગામની સ્કૂલમાંથ  LCD કોમ્પ્યુટર લેપટોપ,, DVR સહિત 20 હજાર રોકડ રકમની ચોરી થઇ હતી.CCTV કેમરા તોડ્યા બાદ અંદાજિત 4 લાખ જેટલા સામાનની તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.પોલીસ સહિત FSL અને ડોગ સ્કવોર્ડની ટીમે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી.
 • બનાસકાંઠાના માલપુરીયા ગામેથી ગુમ થયેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો.મૃતક મહિલા ત્રણ ચાર દિવસથી ગુમ થઇ હતી.પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી. કંસારા ગામના વતની મહિલા માલપુરીયા ગામે ખેત મજૂરી કરતી હતી.
 • બનાસકાંઠાના અમરીગઢના છાપરાફળી ગામના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી.આગમાં ખેતરમાં ઉભો ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા મોટું નુકસાન પહોંચ્યું છે.

સાબરકાંઠા 

 • સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસે વોર્નિંગ જાહેર કરી છે. આડેધડ વાહન પાર્ક કરનારાઓ પર તવાઈ લાવવા ટ્રાફિક પોલીસની ટીમ શહેરના કેટલાક વિસ્તારોમાં નિકળી હતી અને ફૂટપાથ પરથી પણ દબાણો દૂર કરાવ્યા હતા.ટ્રાફિક વિભાગની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.

વલસાડ 

 • ભારત બાંગ્લાદેશ વચ્ચે  રવિવારે રામાયેલી  ફાઇનલ મેચનો રોમાંચ વલસાડ જિલ્લાના વાંકલના એક પરિવારના મોભી માટે મોતનું કારણ બન્યો હતો.નિવૃત શિક્ષક પ્રવીણ ભાઈ પટેલ ફાઇનલ મેચ નિહાળી રહ્યા હતા.તે દરમિયાન છેલ્લા બોલે  દિનેશ કાર્તિકના ફટકારેલા સિક્સરને લઈને તેઓ અતિ ઉત્સાહમાં આવી જતા  હૃદય રોગનો હુમલો થયો હતો. તાત્કાલિક સારવાર માઅર્થે હોસ્પિટલ ખસેડતા  ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોરબંદર

 • પોરબંદર નજીકના માધવપુર ગામે આવેલા માધવરાયજીના લગ્ન પ્રસંગે યોજાતા મેળાની તડામાર તૈયારી ચાલી રહી છે..આજે જીલ્લા વહીવટી તંત્ર સાથે રાજ્યના સાંસ્કૃતિક વિભાગના સચિવે મીટીંગ યોજી હતી.. મેળામાં 4 મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મેળામાં રાજ્યના તેમજ અલગ અલગ પ્રાંતના કલાકારો અને ચિત્રકારો ભગવાનના ચિત્રો પ્રદર્શિત કરશે.

ભરૂચ 

 • ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલા રેલ્વે ફાટક પાસે પડેલા ખાડાઓ માટે રજૂઆત છતા કોઇ પગલા ન ભરાતા સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. બે દિવસમાં ખાડા પુરવામાં નહી આવે તો આરએનબી ઓફિસે તાળા બંધીની ચીમકી ઉચ્ચારી હતી.પોલીસ સમજાવટથી મામલો થાળે પાડી વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો.

 • કચ્છના ગાંધીધામમાં ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો સામે  સફાઈ કામદારો રોષ ભરાયા હતા. સફાઈ કર્મીઓએ ભીમસેના નેતૃત્વમાં રેલી સ્વરૂપે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી  કાયમી નોકરી અને સુરક્ષા અંગેની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતીઆઠ દિવસ તેમની પડતર માંગણીઓને ઘ્યાને લેવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે  ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ચોથા દિવસે પણ હજુ 81 રસ્તાઓ બંધ, જતાં પહેલાં આ રૂટ્સ પર નાંખી લો નજર

Bansari

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!