GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આજથી દેશમાં આ નવા નિયમો બનશે અમલી, જાણો તમારા ખિસ્સા પર કરશે કેટલી મોટી અસર

pf

1 એપ્રિલથી ચાલુ થતા નવા નાણાકિય વર્ષમાં તમારા જીવનમાં ઘણાં બધા ફેરફાર આવી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટેક્સ (Tex) તેમજ બેંકિગને લઈને થઈ રહેલા બદલાવથી તમામ બાબતે ફેરફાર આવી શકે છે. વૈકલ્પિક ટેક્સ (Tex)ના નવા દર આજથી અલમાં આવશે.

વૈકલ્પિક ટેક્સના નવા દર આજથી થશે લાગુ

નાણાકિય વર્ષ 2020-21માં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમને નવા વૈકલ્પિક ટેક્સ દરની જાહેરાત કરી છે. એમાં નવા ટેક્સ વ્યવસ્થામાં કોઈ છૂટછાટ અને કાપનો લાભ નહીં મળે. હાલમાં નવી કર વ્યવસ્થામાં વૈકલ્પિક છે અથવા કરદાતા ઈચ્છે તો તે જૂના ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ કરદાતા ભરી શકે છે. નવા ટેક્સ સ્લેબ મુજબ વાર્ષિક 5 લાક રૃપિયાની આવકવાળાને કોઈ ટેક્સ ચુકવવાનો રહેતો નતી. 5થી 7.5 લાખ રૃપિયા વાર્ષિક આવક ધરાવનારા લોકોને ટેક્સ દરમાં 10 ટકા, 7.5 થી 10 લાખ રૃપિયાની આવક પર 15 ટકા, 10 લાખથી 12.5 લાખ રૂપિયા પર 20 ટકા અને 12.5 લાખ રૃપિયાથી 15 લાખ રૂપિયાની આવક પર 25 ટકા અને 15 લાકથી વધારે આવક પર 30 ટકા ટેક્સલાગુ પડશે.

મોબાઈલ ફોન ખરીદવો મોંઘો પડશે

ગત મહિને જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરાયો છે. મોબાઈલ ફોનમાં જીએસટીના દર પણ વધારી દીધા છે. 1 એપ્રિલથી મોબાઈલ ફોન ખરીદવા મોંઘા થઈ ગયા છે. સરકારે મોબાઈલ પર 12 ટકાના સ્લેબથી 18 ટકા કરી દીધો છે.

બેંકોનું વિલિનીકરણથી નવી વ્યવસ્થા બનશે

કેન્દ્ર સરકારે ખોટમાં ચાલતી બેંકોનું વિલિનીકરણ કરીને 1 એપ્રિલથી જ બધી બેંકોમાં નવી વ્યવસ્થામાં કામ કરવાનું શરૃ કરે છે. એમાં ખાસ વાત એ છે કે ગ્રાહકોનો એકાઉન્ટ નંબર અને અન્ય કોઈ વ્યવસ્થાઓ બદલાય છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનું પંજાબ બેકમાં વિલિનીકરણ કરાયું છે. સિંટિકેટ બેંકનું કેનેરા બેંકમાં અને આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અલાહાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં વિલિનીકરણ થયું છે.

READ ALSO

Related posts

શિયાળામાં જરૂર ખાવ આ 10 વસ્તુઓ, ઠંડી અને બીમારીઓમાંથી મળશે રાહત

Mansi Patel

ચીનની સામે ભારતની રાજદ્વારી તાકાતમાં વધારો થયો, આ અમેરિકા-ઓસ્ટ્રેલિયાએ આપ્યું સમર્થન

Ankita Trada

Video: રાહુલ દ્રવિડે શ્રીલંકન બેટ્સમેનની સીટ પર બેસીને લોર્ડ્ઝમાં સદી ફટકારી હતી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!