GSTV
Home » News » આજથી નવું નાણાકીય વર્ષ : કર્મચારીઓ, વડિલો અને પ્રજાને મળશે નવા લાભ

આજથી નવું નાણાકીય વર્ષ : કર્મચારીઓ, વડિલો અને પ્રજાને મળશે નવા લાભ

નવું નાણાકીય વર્ષ 2018-19 આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે બજેટમાં રજૂ કરાયેલી કેટલીક દરખાસ્તોનો આજથી અમલ થઈ રહ્યો છે, જેમાં શેરબજારમાં પુનઃ રજૂ કરાયેલા લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે. ઉપરાંત રૂ. 250 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા વેપાર પર કોર્પોરેટ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ અને મેડિકલ રીઈમ્બર્સમેન્ટના બદલામાં રૂ. 40,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શન જેવી અન્ય કર દરખાસ્તોનો અમલ શરૂ થશે. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર મુક્તિ મર્યાદા પાંચ ઘણી વધારીને વાર્ષિક રૂ. 50,000 કરવામાં આવી છે ત્યારે આઈટી કાયદાની કલમ 80ડી હેઠળ વીમા પ્રીમિયમ અને તબીબી ખર્ચ માટે કપાતની મર્યાદા રૂ. 30,000થી વધારીને રૂ. 50,000 કરાઈ છે. વયસ્ક અને વૃદ્ધો માટે ગંભીર બીમારીઓ માટે કર કપાત રૂ. 1,00,000 થઈ જશે. અગાઉ આ મુક્તિ મર્યાદા વયસ્કો માટે રૂ.60,000 અને વૃદ્ધો માટે વાર્ષિક રૂ.80,000 હતી. વર્તમાન એનડીએ સરકારના છેલ્લા સામાન્ય બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ અધિ ધનિકો પરનો સરચાર્જ 10-15 ટકાના સ્તરે જાળવી રાખ્યો છે. જ્યારે બધી જ કરપાત્ર વસ્તુઓ પર વસૂલવામાં આવતો આરોગ્ય અને શિક્ષણ સેસ વર્તમાન 3 ટકાથી વધારીને 4 ટકા કરાયો છે. આ દરખાસ્તો પણ આજથી અમલી બનશે.

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana

રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારાનો ખોટી રીતે ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે : મનમોહન સિંહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!