GSTV

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Last Updated on June 21, 2021 by Zainul Ansari

નવી ગાઇડલાઇન્સ મુજબ વેક્સિનેશન શરૂ થયાના પહેલા જ દિવસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સોમવારે એક જ દિવસમાં દેશમાં 82 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી. રાજ્યો પાસેથી તમામ ડેટા આવી ગયા બાદ આ આંકડો હજુ પણ વધવાની સંભાવના છે.

સરકારની કોવિન રજીસ્ટ્રેશન વેબસાઇટના ડેટા મુજબ સોમવારે એક દિવસમાં 80.96 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી. આ પહેલા પાંચ એપ્રિલે સૌથી વધુ 43 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રેકોર્ડ વેક્સિનેશન બદલ વડાપ્રધાન મોદીએ પણ ખુશી વ્યક્ત કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે રેકોર્ડ તોડ વેક્સિનેશન ખુશ કરનારો છે. કોરોના સામે લડવા માટે વેક્સિન આપણું સૌથી મજબૂત હથિયાર છે.
કોવિન રજીસ્ટ્રેશન વેબસાઇટ મુજબ સોમવારે સૌથી વધુ વેક્સિનેશન મધ્યપ્રદેશમાં થયું. અહીં એક જ દિવસમાં 15.43 લાખ લોકોને રસી આપવામાં આવી. આ કોઇ પણ રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ વેક્સિનેશનનો રેકોર્ડ છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ 10.67 લાખ લોકોને એક દિવસમાં વેક્સિન અપાઇ.

ગુજરાતમાં પણ રેકોર્ડ વેક્સિનેશન

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં ઘટાડો આવ્યો છે, સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોઁધાતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રસીકરણ અભ્યાન પણ આગળ વધ્યું છે. રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 4,78,960 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ વેક્સીનેશનમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 151 નવા કેસો નોઁધાયા છે. બીજી તરફ 619 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,06,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Read Also

Related posts

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!