GSTV
Home » News » આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

દેશમાં આજે રિઝલ્ટનો માહોલ છે. મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા અને દેશભરમાં યોજાયેલી પેટાચૂંટણીના રિઝલ્ટ ભાજપ અને કોંગ્રેસની દિશા અને દશા નક્કી કરશે. એકક્ઝિટ પોલમાં તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં બીજેપીની સરકાર બનતી હોવાના દાવાઓ વચ્ચે ગણતરીના કલાકોમાં જાહેર થનારું રિઝલ્ટ એક્ઝિટ પોલના દાવાઓની પોલ ખોલી દેશે. મહારાષ્ટ્રમાં 288 સીટોની ચૂંટણી માટે શિવસેના અને ભાજપે જબરજસ્ત તૈયારીઓ સાથે ચૂંટણી લડી છે. હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરની રણનીતિ કેટલી સફળ રહી છે તે થોડીવારમાં જ સાફ થઈ જશે.

શિવસેના અને ભાજપ વચ્ચે નાના ભાઈ મોટાભાઈની લડાઈ થશે પૂરી

શિવસેના અને ભાજપ વચ્ચે અહીં નાના ભાઈ અને મોટાભાઈની લડાઈ છે. આજનું રિઝલ્ટ એ શિવસેનાનું ભવિષ્ય નક્કી કરી દેશે. હરિયાણામાં પણ મનોહર લાલ ખટ્ટર સરકાર બનાવે છે તેવા એક્ઝિટ પોલના દાવાઓ વચ્ચે કેટલી સીટો મળે છે તે ઘણું જ અગત્યનું છે. ગુજરાતમાં પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડની સીટ ઘણી જ અગત્યની છે. અહીં કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું ભવિષ્ય જોડાયેલું છે.

અલ્પેશ હાર્યો તો તમામ દરવાજા બંધ

અલ્પેશ ઠાકોર જીતે તેવા સટ્ટેબાજોના સમીકરણો વચ્ચે અલ્પેશ માટે આ ચૂંટમી કરો યા મરો જેવી છે. કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલો અલ્પેશ ઠાકોર હાર્યો તો તેની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઈ જશે. આજે જાહેર થનારું રિઝલ્ટ એ કોંગ્રેસ માટે પણ અતિ મહત્વનું છે. કોંગ્રેસે 6 બેઠકો જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા હોવા વચ્ચે આ જીત એ અમિત ચાવડા અને રાજીવ સાતવનું પણ ભવિષ્ય નક્કી કરશે. રાહુલ ગાંધીએ પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓને પ્રદર્શન સુધારો નહીં તો ઘરભેગા થાઓની ધમકી આપી છે. આજનું રિઝલ્ટ એ ઘણા કદાવર નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે.

Related posts

સોનિયા, પ્રિયંકા અને રાહુલ સામે પણ ફરિયાદ નોંધો : હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, રાજકારણ શરૂ

Karan

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો યુવતી પર ગેંગરેપ, રિવોલ્વરની અણીએ કારમાં પીંખી નાખી

Nilesh Jethva

દિલ્હીમાં હિંસાના કારણે મૃતક આંક 36 સુધી પહોંચ્યો, ઘણા ખરા વિસ્તારોમાં શાંતિ જોવા મળી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!